(ANI Photo)

ભારતીય ચૂંટણી પંચમાં ખાલી પડેલી બે જગ્યાઓ માટે અમલદાર સુખબીર સિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારની ગુરુવારે પસંદગી કરવામાં આવી હતી, એમ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું. સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમાર 1988-બેચના નિવૃત્ત IAS અધિકારીઓ છે. નવા ચૂંટણી કમિશનરોની નિયુક્તિ સાથે હવે ટૂંકસમયમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની ધારણા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીની બનેલી ઉચ્ચસ્તરીય સમિતિએ બંને ચૂંટણી કમિશનોની પસંદગી કરી હતી. અધીર રંજન ચૌધરીએ આ નામો સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ સમિતિેએ બહુમતીથી નિર્ણય કર્યો હતો.

અગાઉ ચૂંટણી કમિશનર પદેથી અરુણ ગોયલે અચાનક રાજીનામું આપ્યું હતું અને અનુપ ચંદ્ર પાંડે નિવૃત્તિ થયા હતા તેથી આ જગ્યાએ ખાલી પડી હતી.  બીજી તરફ મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) અને બીજા ચૂંટણી કમિશનરોની પસંદગી માટેની સમિતિમાંથી ભારતના ચીફ જસ્ટિસને બાકાત રાખતી નવી વ્યવસ્થાને પડકારી એક એનજીઓની અરજી અંગે સુપ્રીમ કોર્ટ 15 માર્ચે સુનાવણી હાથ ધરશે.

LEAVE A REPLY

9 + twelve =