પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુનાઈટેડ નેશન્સ હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ (HDI) મુજબ 2022માં ભારતના લોકોના સરેરાશ આયુષ્ય અને સરેરાશ આવકમાં મોટો વધારો થયો હતો. દેશના લોકોનું સરેરાશ આયુષ્ય 62.7 વર્ષથી વધીને 67.7 વર્ષ થયું છે, જ્યારે માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક (GNI) 6,542 ડોલરથી વધી 6,951 ડોલર થઈ છે. આ ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ 2022માં એક સ્થાન સુધરીને કુલ 193 દેશોમાંથી 134 થયું છે, જે 2021માં કુલ 191 દેશોમાંથી 135માં સ્થાને હતું.
માનવ વિકાસની સારી સ્થિતિને કારણે ભારત આ વખતે મધ્યમ માનવ વિકાસની શ્રેણીમાં આવી ગયું છે. આ ઉપરાંત ભારતે લિંગ અસમાનતા ઇન્ડેક્સમાં પણ સારી પ્રગતિ થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)એ પણ ભારતની આ પ્રગતિની પ્રશંસા કરીને તેને શાનદાર ગણાવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP)ના ‘માનવ વિકાસ રીપોર્ટ 2023-2024’ મુજબ ભારતમાં લિંગ અસમાનતામાં ઘટાડો થયો છે. લિંગ અસમાનતા સૂચકાંક (GII)માં ભારત 2022માં 0.437ના સ્કોર સાથે 193 દેશોમાંથી 108મા ક્રમે રહ્યો છે. અગાઉના વર્ષે ભારત આ ઇન્ડેક્સમાં કુલ 191 દેશોમાંથી 0.490ના સ્કોર સાથે 122માં સ્થાને હતો. આમ આ ઇન્ડેક્સમાં ભારતે 14 સ્થાનનો મોટો ઉછાળો દર્શાવે છે.આમ ભારતમાં સ્ત્રી અને પુરુષો વચ્ચે સમાનતામાં વધારો થઈ રહ્યો છે. 2014માં ભારત આ ઇન્ડેક્સમાં 127ના સ્થાને હતો.

જોકે દેશમાં તેના શ્રમિકોની સહભાગિતાના દરમાં સ્રી-પુરુષ વચ્ચે મોટું અંતર પણ છે. શ્રમ બજારમાં 76.1 ટકા પુરુષોની સરખામણીમાં મહિલાઓનું પ્રમાણ માત્ર 28.3 ટકા છે. આમ તેમાં આશરે 47.8 ટકાનો મોટો તફાવત છે.
2021માં ભારતના એચડીઆઇ વેલ્યૂમાં ઘટાડો થયો હતો. જોકે હવે ભારત 193 દેશોમાં 134માં ક્રમે આવ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે સમૃદ્ધ દેશોએ વિક્રમી માનવ વિકાસ હાંસલ કર્યો છે, જ્યારે અડધાથી વધુ ગરીબો દેશો કટોકટી પહેલાની પ્રગતિના સ્તરથી નીચે છે.

2022માં ભારતે તમામ એચડીઆઈ ઇન્ડિકેટર્સમાં સુધારો દર્શાવ્યો છે. આ ઇન્ડિકેટર્સમાં સરેરાશ આયુષ્ય, શિક્ષણ, અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક (GNI)નો સમાવેશ થાય છે. બાળકોના શાળામાં અભ્યાસ કરતાં હોય તેવા વર્ષોની સંખ્યા વધીને 6.57 થઈ છે.

રીપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતે માનવ વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે. 1990થી સરેરાશ આયુષ્યમાં 9.1 વર્ષનો વધારો થયો છે. ભારતની માથાદીઠ કુલ વાર્ષિક આવકમાં પણ આશરે 287 ટકા વૃદ્ધિ થઈ છે.

LEAVE A REPLY

fourteen − 8 =