ફોટો સૌજન્યઃઃ સુનિલ કોઠારી ફેસબુક પેજ

પુષ્કલા ગોપાલ, MBEએ શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’સુનિલભાઇએ તેમની પહેલી ઓળખાણ એક વાણીયા તરીકે આપતાં મને જણાવ્યું હતું કે કોઈ પણ કલા સાથે તેમને કોઈ પારિવારિક જોડાણ નથી, પરંતુ મને ફક્ત નૃત્ય ગમે છે. હું પહેલી વાર 1971માં તેમને મળી હતી. સુનિલ એક મજબૂત વ્યક્તિ હતા, લહેરાતા વાળ, ઉર્જા સાથે આવતા અને ફોટોગ્રાફ્સ લેતા. તે પછી તો ઘણી મુલાકાતો થઇ હતી અને પછી સમજાયું હતું તે વાણીયો તો પ્રખર સહ્રદયી છે, તેઓ નૃત્ય, નૃત્ય કાર્યક્રમો અને નૃત્ય કલાકારોના ફોલોઅર હતા. મેગેઝીન્સ અને અખબારો માટે નૃત્યને આવરી લેતી કોલમોના ફ્રીલાન્સ લેખક બનવા માટે તેમણે કોમર્સના લેક્ચરર તરીકેની નોકરીને બાજુએ મૂકી દીધી હતી.

મોટાભાગે ડિસેમ્બર / જાન્યુઆરીમાં ચેન્નઈમાં યોજાતા ચેન્નાઇ નૃત્ય મહોત્સવમાં અમે મળ્યા હતા. સુનીલભાઈની ખાસ વાત એ હતી કે અમારી બિરાદરીના ઘણા સભ્યોને તેમની સાથે એક અનોખો સંબંધ હતો. ફેસબુક પર થોડા અઠવાડિયા પહેલા તેમણે લખ્યું હતું કે તેઓ કોરોનાથી સાજા થઈ રહ્યા છે ત્યારે તે એક અવિશ્વસનીય આંચકો હતો.

સુનિલભાઇ સાથે યુકેમાં મારી છેલ્લી ગમતી યાદ બર્મિંગહામમાં 2016 માં યોજાયેલા સંપદ નવદિશા કાર્યક્રમની હતી. તેમની પાસે એક ભવ્ય હાથ બનાવટવાળો સુંદર કોટ હતો. જ્યારે મેં તેના વખાણ કર્યા ત્યારે તેમણે મને વાયદો કર્યો હતો કે ભારત આવશો ત્યારે વોર્ડરોબ અને ડિઝાઈન કરેલી અન્ય વસ્તુઓ બતાવવાની ખાતરી આપી હતી. અને હવે? સુનિલભાઇને માત્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકીએ.

– પુષ્કલા ગોપાલ, MBE

મારા માટે સુનિલ એક પવિત્ર પતંગીયું

એવું કહેવામાં આવે છે કે વિશ્વના એક છેડે પતંગીયાની લહેર બીજી તરફ સુનામીનું કારણ બની શકે છે. પરંતુ તે એક ફૂલથી બીજા ફૂલ સુધી ઉર્જા ફેલાવે છે, એક ફૂલનો શબ્દ લઈને બીજા પર જાય છે, તે ફૂલોને નવું જીવન આપે છે.

મારા માટે સુનિલ એ પવિત્ર પતંગીયું હતા. હંમેશાં ઉત્સાહપૂર્ણ, ક્યારેય એક જગ્યાએ બેસી ન રહેતા. હંમેશાં દરેક પ્રદર્શન, દરેક નૃત્યાંગનાને જોવા જવું, અને તેમના કાર્યની વાત અન્ય લોકો સુધી લઇ જતા. તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નૃત્ય અને વિદ્યાશાખાઓ વચ્ચેનો પુલ હતા. તેમના દ્વારા, વિશ્વનો નૃત્ય સમુદાય નજીક આવ્યો, સુનિલે તેમને મિત્રો બનાવ્યા હતા.

સુનીલ હંમેશા મજાક કરતા. જેમ જેમ હું મોટી થઇ તેમ તે મને પણ ખીજવતા. પરંતુ જેમ વર્ષો વીતતા ગયા, અને હું એક પ્રોફેશનલ કલાકાર બની, ત્યારે મેં તેમની વિરલતા માટે તેમને મૂલવવાનું શરૂ કર્યુ – એક વ્યક્તિ જેણે નૃત્યની સુંદરતાને પીધી હતી.

છેલ્લાં બે દાયકાથી જ્યારે તેઓ અમદાવાદમાં હોય ત્યારે અમારું ઘર તેમનું ઘર બની જતુ. 2011 માં, અમ્માના નૃત્ય નિર્દેશનના મુખ્ય કાર્ય વિશેની ફિલ્મ બનાવવાની હતી. અમને કોઈ એવી વ્યક્તિને આમંત્રણ આપવું હતું જે 50ના દાયકાથી તેમના કાર્યને અનુસરતું હોય. તેઓ આનંદથી મને કહેતા કે “મલ્લિકા, બોલ, હં આ પહેરૂ કે આ?” શૂટિંગના દરેક દિવસ તેમનો આ પ્રશ્ન રહેતો.

જેમ જેમ હું મોટી થઇ તેમ હું નિરાશ થઈ હોઇશ. પણ હું તેમના ઉત્સાહથી આશ્ચર્ય પામું છું. તેઓ હંમેશા સફર કરતા, હંમેશા નવું નૃત્ય જોતાં, નવા નર્તકો, નવા લોકોને મળતા. તેમના પ્રવાસ કાર્યક્રમો ઘણીવાર કંટાળાજનક થતા.

અને એકલતામાં અંત – તેમને એક મિત્રએ સંભાળ્યા હતા જે તેમના ડૉક્ટર હતા, જ્યારે અમને બધાને ફક્ત તેની રિકવરીના સમાચાર મળ્યા હતા. તેણે અનેક જીંદગીને સ્પર્શી છે. મને ખાતરી છે કે જ્યારે આપણી નૃત્ય અને આર્ટસ કારકીર્દિની ફરીથી શરૂઆત કરીશું ત્યારે તે આપણા બધાને જોવા આગળની હરોળમાં રહેશે. અને અમે હાસ્યનો દોર સાંભળીશું, જે હંમેશાં તેમના અભિવાદન પછી ચાલે છે.

– મલ્લિકા સારાભાઇ

ખુશખુશાલ સ્વભાવ, નૃત્ય અને મિત્રતાના સ્વામી : ડો. સુનિલ કોઠારી

હું ગયા મહિના સુધી રામ ગોપાલના કામ બાબતે ઇમેઇલ દ્વારા સુનિલના સંપર્કમાં હતી અને તે અંગે ચર્ચા કરી રહ્યા હતા, તેથી આ સમાચાર જાણીને મને મોટો આંચકો લાગ્યો. તેમનો ખુશખુશાલ સ્વભાવ, નૃત્ય અને પ્રિય મિત્રતા વિશેના વિશાળ જ્ઞાનની હું ખૂબ જ કદર કરું છું અને તેમના અભાવની અનુભૂતિ કરૂ છું. આ ઉનાળા દરમિયાન મેં તેમને અને કુમિબેનને રામ ગોપાલ વિશે ચર્ચા કરતા વેબિનાર પર જોયા હતા, જોકે હું તેમને થોડા વર્ષોથી રૂબરૂમાં મળી નથી. અમે તેમને રોહેમ્પ્ટન યુનિવર્સિટીમાં પ્રવચન આપવા માટે ક્યારેય વ્યવસ્થા કરી શક્યા નહીં, અને છેલ્લી વખત તેમના વિઝા નકારવામાં આવ્યા હતા.

ચેન્નઈની વુડલેન્ડ્સ હોટેલમાં મારા હોટલના બેડરૂમમાં ગેરકાયદેસર વ્હિસ્કી અને દારૂ પીને બેઠેલા પ્રિય સુનીલ, હરિ કૃષ્ણન, રેક્સ અને સદાનંદની મને ખૂબ જ યાદ આવે છે. પ્રિય સુનીલ, નૃત્યની રજૂઆતોમાં તમારી હાજરી, તમારી મિત્રતા, તમારા જ્ઞાનની ઉદાર વહેંચણી, તમારા પ્રકાશિત લેખો અને ભારતીય નૃત્યની દુનિયામાં નિયમિત લેખિત અપડેટ્સ અમારા બધા માટે મૂલ્યવાન છે. તમારા આત્માની શાંતિ માટે પ્રાર્થના.

પ્રોફેસર એન આર ડેવિડ, PhD,

ડાન્સ એન્ડ કલ્ચરલ એન્ગેજમેન્ટ, રોહેમ્પ્ટન યુનિવર્સિટી, લંડન, યુકે.

પદ્મશ્રી ડૉ. સુનીલ કોઠારી : વિખ્યાત નૃત્ય ઇતિહાસકાર, વિદ્વાન, લેખક અને વિવેચક

ડૉ. સુનિલ કોઠારીની ભારતીય નૃત્ય અને તેનાથી જોડાયેલી કળા પ્રત્યેના ઉત્કટ ઉત્સાહ અને પ્રતિબદ્ધતા એક પ્રેરણા સમાન છે. સર્જનાત્મકતાના પરપોટા સાથે કલાત્મક અલગતા સમાજમાં પ્રગટ થઈ શકે તે ભારતીય કલાકારો માટે સામાન્ય ધોરણ છે. સુનિલભાઈએ, બૉક્સ્ડ લિવિંગ કમ્યુનિકેટરની આ દુનિયામાં, નર્તકો, નવોદિતો, ગુરુઓ અને રસિકો વચ્ચે જોડાણ કર્યું હતું.

અમે પહેલી વાર 1960ના દાયકામાં દિલ્હીમાં મળ્યા હતા જ્યારે હું એક યુવાન નૃત્યાંગના હતી જે સોલો મોહિનીઅટ્ટમ પરફોર્મન્સને વિકસાવવા ઇચ્છતી હતી. જાણીતા નૃત્ય વિવેચક અને લેખક સુનિલભાઈએ મને ખૂબ જ સલાહ અને ટેકો આપ્યાં હતાં. 1970ના દાયકામાં તેઓ લંડનમાં હતા અને હું ખરેખર આ અસાધારણ માણસની જાણકારી, આદરથી આશ્ચર્યચકિત થઈ હતી, જેણે તેમની ઉદારતાની ભાવના સાથે મને ઉત્તેજન આપ્યું.

હું ભારતીય વિદ્યા ભવનમાં તે સમયે ડાન્સ માટેની સલાહકાર હતી અને લંડનમાં નેશનલ એકેડેમી ઑફ ઈન્ડિયન ડાન્સ (હવે અકાદમી) સ્થાપિત કરવાના માર્ગ પર હતી. સુનીલભાઇ અને મેં યુકેમાં પ્રવચન, પ્રદર્શન અને પ્રસ્તુતિઓ રજૂ કરી હતી જેણે પશ્ચિમી અને ભારતીય રસિકનો રસ વધારવામાં નિર્ણાયકરૂપે મદદ કરી હતી. અમે ઑસ્ટ્રેલિયામાં આગામી ત્રણ દાયકા સુધી અમારું જોડાણ ચાલુ રાખ્યું હતું. મારા આમંત્રણ પર તેઓ મેલબોર્ન આવ્યા હતા અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સાંસ્કૃતિક કેન્દ્રોમાં તેમના પ્રખ્યાત અને સારા સંશોધનવાળા પ્રવચનો રજૂ કર્યા હતા.

મને હજી પણ નૃત્ય વિશેની તીવ્ર ચર્ચાઓ અને વિચારોની આપ-લે દરમિયાન તેમનુ હાસ્ય અને મૈત્રીપૂર્ણ વાતો યાદ છે. અમે તેમને અને તેમના નિયમિતપણે મીડિયામાં ડાન્સ પર લખાયેલા, બહોળા પ્રમાણમાં વંચાયેલા લેખો અને કૉલમોને ચૂકીશું.

ગુડબાય મારા મિત્ર, તમને ઘણા લોકો દ્વારા આદર, સ્નેહ અને કૃતજ્ઞતા સાથે યાદ કરવામાં આવશે. તમારા આત્માને નૃત્યના ભગવાનના ચરણોમાં શાંતિ મળે.

  • તારા રાજકુમાર OAM

ડાયરેક્ટર, નાટ્ય સુધા ડાન્સ કંપની એન્ડ સ્કૂલ, મેલબોર્ન; સ્થાપક અને ફાઉન્ડેશન ડિરેક્ટર, નેશનલ એકેડેમી ઑફ ઇન્ડિયન ડાન્સ (અકાદમી), લંડન; ટ્રસ્ટી, ફેડરેશન ઑફ મ્યુઝિક એન્ડ ડાન્સ, વિક્ટોરિયા.

ઋષિ રાજ સુનીલ કોઠારી

હું સુનીલભાઈને 30 વર્ષ પહેલાં અકાદમી, તે વખતની એકેડેમી ઑફ ઈન્ડિયન ડાન્સ ખાતે મળી હતી. તેઓ પહેલેથી જ એક સ્થાપિત ઇતિહાસકાર, વિવેચક, ગુરુ, લોબિસ્ટ હતા અને ભારતીય પર્ફોર્મીંગ આર્ટ્સની વૈશ્વિક છબી હતા.

એક નૃત્યાંગના તરીકે, મને એ જાણીને ખૂબ આનંદ થાય છે કે તેમની પાસે (ભૂપેન ખખરથી લઈને ઝવેરી બહેનો સુધી) ક્રોસ આર્ટ સ્વરૂપો હતા અને તેઓ કોઈ પણ રૂઢીચુસ્ત પૂર્વગ્રહ વિના સર્જકોની વિશાળ શ્રેણીમાં ઉત્સાહથી સંકળાયેલા હતા.

સુનીલ કોઠારી ઇન્ડીયન પર્ફોર્મીંગ આર્ટ્સના મોબાઇલ એન્સાયક્લોપીડીયા હતા. હું ખૂબ જ જલ્દીથી તેમની રમૂજની ભાવના સાથે જોડાઇ હતી અને તેમને ઋષિરાજ કહેવા (નારદ) લાગી હતી.

નારદાની જેમ, તેઓ પ્રથમ નૃત્ય પત્રકાર હતા અને સર્જનાત્મકતાના દેવી સરસ્વતીનો આશીર્વાદ પણ મેળવ્યો હતો. વૈશ્વિક કલા સમુદાયોમાં તેમના અભૂતપૂર્વ અનુગામી હતા અને આધુનિક સમયના પ્રભાવકની ભૂમિકા ભજવી હતી.

સુનિલભાઈએ ઘણા કલાકારો (જુનિયર અને સિનિયર)ને પ્રેરણા આપી હતી. તેઓ વૈશ્વિક પ્રવાસોમાં સોનલ માનસિંહ, નીલમ માનસિંહ અને રતન થિયમ સહિતના ઘણા કલાકારો  સાથે પણ ગયા હતા.

સુનિલભાઈ આર્ટ્સ અને ટેક્નોલોજીની દુનિયામાં સંભવિત તમામ સંભવિત શેડ્સ અને પદ્ધતિઓના અંતિમ ચેમ્પિયન હતા. તેમણે પોતાના લેપટોપથી વિશ્વ પર વિજય મેળવ્યો હતો. મારી પાસે તેમની ઘણી આનંદી યાદો છે જે હું જીવીશ ત્યાં સુધી હું વગોળતી રહીશ. કલાની દુનિયા પ્રત્યેની તેમની ભક્તિ તેમને ઋષિ નારદની જેમ અમર (ચિરંજીવી) બનાવશે.

મીરા મિશ્રા કૌશિક OBE,

ઇન્ડીપેન્ડન્ટ આર્ટીસ્ટ, પ્રોડ્યુસર અને કન્સલ્ટન્ટ

દક્ષિણ એશિયાનો નૃત્ય ઇતિહાસનો જીવંત અનુભવ અદૃશ્ય થઈ ગયો

હું સુનિલભાઈને પ્રથમ વખત 1983માં કલાક્ષેત્ર ડિસેમ્બર ફેસ્ટીવલમાં મળી હતી. સુનિલભાઈ એવા વિદ્વાન હતા, જેમણે જીવનકાળ દરમિયાન ગામડાથી લઇને શહેરના કલાકારોને મળીને કે દેશવિદેશની મુસાફરી કરી ઘણા અનુભવો એકઠા કર્યા હતા, કલાકારોને નજીક લાવ્યા હતા અને વિવિધ પ્રકારનાં કલાકારો અને નૃત્યો પર લખ્યું હતું. સુનિલભાઈની શિષ્યવૃત્તિ તેમના આર્ટ્સ અને કલાકારો સાથેની ઉંડી વ્યક્તિગત લાગણીને કારણે આવી છે.

તેમની એક નોંધપાત્ર ગુણવત્તા એ છે કે તેઓ એક કલાકાર તરીકે તમારા જ નહિં તમારા પરિવાર અને મિત્રોના પણ ખૂબ જ ઝડપથી મિત્ર બની જતા. તેઓ તમારા વિશેની બધી વાતો યાદ રાખતા અને સૌની વ્યક્તિગત રીતે ખબર પૂછતા.

1996માં ડોલીંગ કિન્ડરસ્લેએ મને તેમના ડી.કે. આઇવિટનેસ ગાઇડ્સ: ડાન્સ નામના એન્ડ્રી ગ્રાઉ દ્વારા લખેલા પુસ્તકના કવર પર રહેવાનું કહ્યું હતું. સુનિલભાઈ 1997માં લંડન આવ્યા ત્યારે તેમણે આ પુસ્તક જોઇ મને મળ્યા હતા. તેઓ મારા વિષેના વાક્યની સુંદરતા અને વલણની ભાવનાત્મક ગુણવત્તાથી ખૂબ જ આકર્ષિત થયા હતા.

મેં જાણીતા પરફોર્મન્સ ફોટોગ્રાફર ગ્રાફિક ડિઝાઇનર વિપુલ સંગોઇ સાથે લગ્ન કરી લીધાં હતાં અને સુનીલભાઈ જલ્દીથી અમારા પરિવારના સભ્યો બન્યા હતાં. જ્યારે તેઓ લંડન આવતા ત્યારે અમને મળતા અને ક્યારેક સાથે રહેતા અને દુનિયાભરમાં થઈ રહેલા નવા કામ અથવા નવા ક્લાસિકલ કાર્યની માહિતી  આપી અમને આકર્ષિત કરતા. તેઓ હંમેશાં નવતર સ્વરૂપો, નવા કામો, પોતાના અનુભવોને વિશ્વ સાથે શેર કરવા લખતા અને સર્વત્ર હાજર રહેતા. તેમણે હંમેશાં ઉર્જા અને કળા પ્રત્યેના તેમના પ્રેમે અમને દંગ કરી દીધાં હતાં. તેઓ જોયેલું અને અનુભવેલું તમામ દરરોજ ધ્યાનપૂર્વક લખતા હતા.

તેઓ ભાગ્યેજ એક કલાક કે તેથી વધુ સમય માટે સૂતા. તેમણે પર્ફોર્મીંગ આર્ટ્સ વિષે જે જોયું તેના વિશે તેમને જીવન ભરેલું લાગતું અને હંમેશાં ઉત્સાહિત અને રોમાંચિત રહેતા.

તેમને નૃત્ય પસંદ હતું; તેઓ પર્ફોમિંગ આર્ટ્સને પસંદ કરતા હતા. સુનીલભાઈ વિનાના વિશ્વની હું કદી કલ્પના પણ નથી કરી શકતી.

સુનિલભાઈના નિધન સાથે જાણે કે દક્ષિણ એશિયાની શૈલીઓનો નૃત્ય ઇતિહાસનો જીવંત અનુભવ અદૃશ્ય થઈ ગયો હોય તેવું લાગે છે. તેમના પ્રેમ અને ઉર્જાએ આપણામાંના ઘણા લોકોને લાભ આપ્યો છે અને સુનિલભાઈને શ્રધ્ધાંજલિ આપવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેમની ઉર્જાને, તેમની વહેંચવાની નિષ્ઠાને અને તેમની સતત શીખવાની ઉત્સુકતા અને નવું જાણવાના ઉત્સાહને ચાલુ રાખવી.

– અનુષા સુબ્રમણ્યમ્,

નૃત્યાંગના, કોરિયોગ્રાફર, શિક્ષક અને ડાન્સ મુવમેન્ટ થેરાપીસ્ટ