ફોટો સૌજન્યઃઃ સુનિલ કોઠારી ફેસબુક પેજ

કલ્પેશ અને શૈલેષ સોલંકી દ્વારા

ડૉ. સુનિલ કોઠારીની ગણના ભારતના ખરેખર મહાન વિદ્વાન તરીકે થતી હતી. એક પ્રખ્યાત ઇતિહાસકાર અને વિવેચક, તેઓ ભારતીય નૃત્યના રૂપના એનસાઇક્લોપીડીયા જેવું જ્ઞાન ધરાવતા હતા, સંસ્કૃત અને ઘણી ભાષાઓમાં વાતચીત કરતા હતા અને કેટલાક મહાન ભારતીય નર્તકો તેમના મિત્રવર્તુળમાં હતા.

પરંતુ અમારી બહેનો સાધના, સ્મિતા અને અમારા માટે, તેઓ ફક્ત અમારા સુનિલકાકા હતા. પ્રેમાળ, બુદ્ધિશાળી કાકા, ઉર્જા અને ઉત્સાહથી ભરેલા હતા, જેમની પાસે જીવન માટે એક ઝગમગાટભર્યું ઝેસ્ટ હતું. તેઓ અમારા માતાપિતા રમણીકલાલ અને પાર્વતીબેન સોલંકીના એક નજીકના મિત્ર અને વિશ્વાસપાત્ર વ્યક્તિ હતા.

કુમાર મેગેઝિનના સુપ્રસિદ્ધ સંપાદક શ્રી બચુભાઇ રાવતનો પત્ર લઈને તે 1960માં તેઓ લંડન આવ્યા હતા. જેમને અમે બચુકાકા તરીકે બોલાવતા હતા, તેઓ અમારા પિતાના માર્ગદર્શક હતા અને તેમણે અમારા માતાપિતાને સુનિલભાઈની તેમની લંડનની પ્રથમ યાત્રા દરમિયાન કાળજી લેવા કહ્યું હતું.

સુનિલકાકા થોડા મહિનાઓ માટે અમારી સાથે રહ્યા હતા અને તે એક સ્થાયી અને પ્રેમાળ મિત્રતાની શરૂઆત હતી જે પાંચ દાયકા અને ત્રણ પેઢી સુધી ફેલાયેલી હતી.

તેમની લંડનની મુલાકાત વધુ વારંવાર થતી હતી અને અમારું ઘર તેમનું પોતાનું અને તેમનું કેન્દ્ર બન્યું હતું, જ્યાંથી તેઓ પોતાનું કામ કરતા, પ્રવચનની તૈયારી કરતા અને ભારતીય નૃત્ય વિશે લખ્યું હતું. કોલકાતાની રવિન્દ્ર ભારતી યુનિવર્સિટી અને ન્યુ યોર્ક યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપવા ઉપરાંત તેમણે 20થી વધુ પુસ્તકો લખ્યા હતા, આ વિષય પર તેમની સત્તા યથાવત રહી છે.

એ શરૂઆતના દિવસોમાં જ્યારે અમારા માતાપિતાએ ગરવી ગુજરાત શરૂ કર્યું હતું ત્યારે સુનીલકાકા એક શાણા સલાહકાર હતા, જેઓ હંમેશાં પેપરની સંપાદકીય લાઇન અને તેના સાહિત્ય અને કળાઓના કવરેજ વિષે સલાહ આપતા હતા.

તે વખતે તેઓ યુકેમાં નાના, પરંતુ મહત્વાકાંક્ષી ભારતીય સમુદાયમાં પોતાનું વિસ્તૃત જ્ઞાન પીરસવા પેપરમાં વારંવાર લખતા હતા. એક લાયક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે, તેમણે અમારા માતાપિતાને બુકકીપીંગ અને તેમના નવા સાહસ માટેના એકાઉન્ટ્સ જાળવવામાં પણ મદદ કરી હતી. અમારા પિતા અને સુનિલકાકાએ સાહિત્ય અને કળાઓનો પ્રેમ વહેંચ્યો હતો. તેમનો સંબંધ પરસ્પર પ્રશંસા અને આદર પર આધારિત હતો.

તેઓ એકબીજાની સંગતમાં રહેવાની અને અન્ય મહાન કવિઓની સંગતનો આનંદ માણતા હતા જેઓ અમારા ઘરે કવિતાના પાઠ કરવા અને સાહિત્ય, રાજકારણ અને કળાઓની ચર્ચા કરવા માટે ભેગા થતા હતા. આ તે યુવાન વ્યકિત હતા, જેઓ અમારા બધા બાળકો, ખાસ કરીને દિકરીઓ કે જેઓ ભારત નાટ્યમ શીખી રહી હતી તેમાં ખૂબ રસ લીધો હતો. તેમને વાતો કરવી, હસવું અને રમતો રમવાનું પસંદ હતું.

તેઓ અમારા પરિવારના ખૂબ જ પ્રિય સભ્ય હતા અને તેમની ચેપી ગિગલ અને બોહેમિયન ડ્રેસ સ્ટાઇલ વગરના વિશ્વની કલ્પના કરવી મુશ્કેલ છે. કદાચ તેમનો સૌથી મોટો વારસો અસંખ્ય યુવાન નર્તકો હશે જેને તેમણે મદદ કરી હતી અને ઘણા અનિવાર્ય સંઘર્ષ કરતા કલાકારોનો સામનો કરીને તેમને પોષ્યા હતા.

તેઓ નવીન પ્રતિભાને પ્રોત્સાહન આપવા, વિશ્વભરમાં નૃત્યની દુનિયા સાથે જોડાયેલા, વિચારો અને તેમના કાર્યની વિગતો શેર કરનાર મુખ્ય મૂવર હતા.

સુનિલકાકા એ પ્રકૃતિનું એક બળ હતા, જેમની હંમેશા દુ:ખ સાથે ખોટ સાલશે.