પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરકાયદે માઇગ્રન્ટ્સનું ત્રીજા દેશમાં ડિપોર્ટેશન ફરી શરૂ કરવાની ટ્રમ્પ વહીવટીતંત્રને મંજૂરી આપી હતી. થર્ડ કન્ટ્રી ડિપોર્ટેશન પર નીચલી કોર્ટે મુકેલા સ્ટેને ઉઠાવી લેવા માટે જસ્ટિસ ડિપોર્ટમેન્ટને ઇમર્જન્સી અપીલ કરી હતી અને આ અપીલની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

આનાથી અમેરિકામાં રહેતા હજારો ભારતીય સહિતના વિદેશી નાગરિકોની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતાં છે. સુપ્રીમ કોર્ટે આ મામલે વિભાજિત ચુકાદો આપ્યો આપ્યો હતો અને વધુ વિગતો પણ જાહેર કરી ન હતી. જસ્ટિસ સોનિયા સોટોમેયર અને અન્ય બે લિબરલ જસ્ટિસે આ આદેશ સામે અસંમતિ દર્શાવી હતી.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટ્રિસિયા મેકલૌઘલિને કહ્યું હતું કે થર્ડ કન્ટ્રી ડિપોર્ટેશનની પ્રક્રિયા ટૂંકસમયમાં ફરીથી શરૂ થશે. ડિપોર્ટેશનના વિમાનોને તૈયાર કરો.

 

 

LEAVE A REPLY