સિંગાપોરમાં ગયા સપ્તાહે પુરી થયેલી એશિયા કપ તીરંદાજી સ્પર્ધામાં ભારતના જુનિયર તીરંદાજો પાસે એશિયા કપ આર્ચરી (તીરંદાજી) ના બીજા તબક્કામાં સાત ગોલ્ડ મેડલ જીતવાની તક હતી પરંતુ પાંચ ફાઇનલમાં પરાજયના કારણે મોટા ભાગની ઇવેન્ટમાં સિલ્વર મેડલથી સંતોષ માણવો પડયો હતો. આ રીતે ભારતે એશિયા કપમાં બે ગોલ્ડ, છ સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત કુલ નવ મેડલ્સ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું હતું.
રીકર્વ અને કમ્પાઉન્ડ ઇવેન્ટમાં દસમાંથી સાત ફાઈનલમાં પહોંચવા છતાં ભારતીય તીરંદાજો માત્ર બે વખત પોડિયમ ઉપર પહોંચી શક્યા હતા. ઓલિમ્પિક ક્વોટાની રીકર્વ ઇવેન્ટમાં ભારતને એક પણ ગોલ્ડ મેડલ મળ્યો નથી તે સૌથી મોટી ચિંતાની બાબત છે. આ ઇવેન્ટમાં ભારતને બે સિલ્વર સિવાય રીકર્વમાં બીજા મેડલ મળ્યા નથી. મેન્સ ટીમ જાપાન સામે સીધા સેટમાં 6-0થી હારી ગઈ હતી. રીકર્વ ટીમ ઇવેન્ટની ફાઈનલમાં ભારતીય ટીમનો ઇન્ડોનેશિયા સામે પરાજય થયો હતો.
કમ્પાઉન્ડ ઇવેન્ટમાં કુશલ દલાલે મેન્સ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના જોશુઆ મેનને 149-143ના સ્કોરથી હરાવી ગોલ્ડ હાંસલ કર્યો હતો. વિમેન્સમાં ફાઈનલ બે ભારતીય આર્ચર વચ્ચે હતી જેમાં તેજલ સાલ્વેએ શાનમુખી નાગા સાઇને 146-144ના સ્કોરથી હરાવી હતી.

LEAVE A REPLY