સુશીલ સલુજા તેમના પત્ની સીમા મલ્હોત્રા, એમપી સાથે.

સીટી ઓફ લંડનના કેસલ બેનાર્ડ વોર્ડ માટે એલ્ડરમેન બનવા માટે પ્રયત્નશીલ સુશીલ સલુજાએ નવા વિડિયોમાં સ્થાનિક દુકાનોને બચાવવા માટે પગલાં લેવાની હાકલ કરી છે. આ ચૂંટણી ગુરુવાર 13મી જુલાઈના રોજ યોજાનાર છે.

વધતા ખર્ચ અને નીચા સ્તરને કારણે ઘણા બિઝનેસીસને ભારે ફટકો પડી રહ્યો છે ત્યારે તેમણે કહ્યું હતું કે “કેસલ બેનાર્ડ વધુ રોકાણ અને વધુ ગ્રાહકો સાથે દુકાનો, બાર અને રેસ્ટોરાં અને નાના બિઝનેસીસ માટે વધુ સારો વોર્ડ બને તે જરૂરી છે. અમને વધુ ટેક કંપનીઓ, વધુ યુવા પ્રતિભા, વધુ ઊર્જાની પણ જરૂર છે.”

30 વર્ષ સુધી સિટીમાં એક્સેન્ચરમાં કામ કરનાર અને ભૂતપૂર્વ વરિષ્ઠ પાર્ટનર સલુજાએ 40થી વધુ દેશોમાં કામ કર્યું હતું. તેમણે એશિયા પેસિફિક અને EMEAમાં એક્સેન્ચરની નાણાકીય સેવાઓની પ્રેક્ટિસ ચલાવી હતી. તેઓ બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં ટેકનોલોજીના પૂર્વ વડા, બ્રિટિશ કાઉન્સિલ અને યુનિવર્સિટી ઓફ ગ્રીનીચના ટ્રસ્ટી, ધ સીટી યુકેના સ્થાપક બોર્ડ સભ્ય અને હાર્ટ ઓફ ધ સિટીના અધ્યક્ષ પણ છે. તેઓ ફેલ્ધામ અને હેસ્ટનના એમપી સીમા મલ્હોત્રા સાથે પરણ્યા છે તથા ઇસ્ટ લંડનમાં ઉછરેલા છે.

તેમની ઝુંબેશને બિઝનેસ લીડર્સ, ચેરિટી લીડર્સ, લોર્ડ ચાર્લ્સ ફાલ્કનર (ભૂતપૂર્વ લોર્ડ ચાન્સેલર) તેમજ નિવૃત્ત થઈ રહેલા એલ્ડરમેન અને વરિષ્ઠ સામાન્ય કાઉન્સિલરો અને રહેવાસીઓ સમર્થન આપી રહ્યા છે. સીટી ઓફ લંડનમાં 25 એલ્ડરમેન ચૂંટાયેલા છે, જેઓ કોમન કાઉન્સિલરો સાથે નજીકથી કામ કરે છે અને લોર્ડ મેયરને ટેકો આપે છે તથા લંડન શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરવામાં મદદ કરે છે.

LEAVE A REPLY

ten + 11 =