પ્રતિક તસવીર (Photo by DANIEL LEAL-OLIVAS/AFP via Getty Images)

સ્વીડનના નાસ્બી ડિસ્ટ્રીક્ટમાં આવેલા ક્રિસ્ટિયનસ્ટાડ ખાતે એક શોપીંગ સેન્ટરમાં કે નજીકમાં કરાયેલા શૂટિંગ હુમલામાં બહુ બધા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. હાલમાં ‘મોટું પોલીસ ઓપરેશન’ ચાલી રહ્યું છે અને ઘટનાસ્થળે અનેક એમ્બ્યુલન્સ દેખાઇ રહી છે. બપોરે 3.40 કલાકે ગોળીબારના અવાજો સંભળાયા બાદ ‘મોટું પોલીસ ઓપરેશન’ હાથ ધરવામાં આવ્યું હતું.

ગોળીબારમાં ઘાયલ લોકો શોપીંગ સેન્ટરની અંદર અને બહાર બંને સ્થળે મળી આવ્યા છે. તપાસ ચાલુ છે અને પોલીસ કોર્ડન ગોઠવી દેવામાં આવી છે. પોલીસ પ્રવક્તા રિકાર્ડ લંકવિસ્ટે જણાવ્યું હતું કે, ‘’જોરદાર ધડાકા થયાના અહેવાલો બાદ પોલીસ દોડી ગઇ હતી. આ વિસ્તારમાં વિવિધ સ્થળોએ ઘણા લોકો શંકાસ્પદ ગોળીની ઇજાઓ સાથે મળી આવ્યા છે. શોપિંગ મોલની બાજુમાં કોર્ડન કરાયું છે.

નાસ્બી જિલ્લામાં તાજેતરના તોફાનો અને હત્યાઓ બાદ પોલીસ દ્વારા નાસ્બીને સંવેદનશીલ વિસ્તાર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.