Getty Images)

ટાટા સન્સે ખર્ચ ઘટાડવા કર્મચારીઓના પગારમાં ઘટાડો શરૂ કર્યો છે. એક અહેવાલ અનુસાર, કોરોના વાયરસની મહામરી ફાટી નીકળતા ટાટા સન્સના બિઝનેસને અસર થઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટાટા સન્સ અને ટાટા ગ્રુપ કંપનીઓના વરિષ્ઠ કર્મચારીઓ, વાઇસ-પ્રેસિડન્ટ સ્તર અને તેથી ઉપરના પગારમાં 15 થી 20 ટકાનો કાપ મૂક્વાનું શરૂ કર્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ટાટા જૂથ ખર્ચને પહોંચી વળવા માટે પગલાં લેશે.

કંપની કોરોના વાયરસ રોગચાળાને લીધે થતા નુકસાનને પહોંચી વળવા આ પગલાં લઈ રહી છે. તેમના ઇતિહાસમાં પ્રથમ વખત ટાટા જૂથ ટાટા સન્સના સીઈઓ અને સહાયક કંપનીઓના તમામ સીઈઓનાં પગારમાં લગભગ 20% કાપ મૂકી રહી છે.

અહેવાલ અનુસાર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)માં પગારમાં ઘટાડો લગભગ 15-20 ટકા થવાની ધારણા છે. ત્યાં જ ટાટા કેમિકલ્સ, ટાટા કંજ્યૂમર અને ઇન્ડિયન હોટેલ્સ-આઇએચસીએલના પગારમાં 20 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સના સિનિયર મેનેજમેન્ટમાં 25 ટકાનો કાપ થઈ શકે છે. પગારમાં ઘટાડો 2020-21 માટેના બેઝ વેતન પર લાગુ થાય છે અને વળતર કામગીરી સાથે સંબંધિત ઘટકોને પ્રભાવિત કરશે નહીં.