Birmingham to Amritsar

એર ઇન્ડિયાની કમાન ટાટા ગ્રૂપને સોંપવાનું લક્ષ્ય ડિસેમ્બરમાં પૂર્ણ થવાની શક્યતા ઓછી છે જેનું કારણ નિયામકીય મંજૂરીઓ મેળવવામાં અને પ્રક્રિયામાં થઇ રહેલો વિલંબ છે. એક અધિકારીએ કહ્યુ કે, નિર્ધારિત પૂર્વ શરતો હજી સુધી પૂર્ણ થઇ નથી, ત્યારબાદ લોંગ સ્ટોપ ડેટ (તારીખ) નક્કી કરાશે. ઓક્ટોબરમાં સરકારે એર ઇન્ડિયા ખરીદવા ટાટા ગ્રૂપે કરેલી રૂ. 18000 કરોડની બીડને મંજૂરી આપી હતી. જેમાં રૂ. 2700 કરોડ રોકડ ચૂકવણી અને એર ઇન્ડિયાનું રૂ.15,300 કરોડનું દેવુ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાની ઓફર કરી હતી.

કેન્દ્ર સરકારે ડિસેમ્બર અંત સુધી ટાટાના હાથમાં એર ઇન્ડિયાને કમાન સોંપવાનું લક્ષ્ય રાખ્યુ છે. લોંગ સ્ટોપ તારીખ એ સમયસીમા હોય છે જે દરમિયાન વેચનાર અને ખરીદનાર બંને પક્ષો સોદો પૂર્ણ કરવાની તમામ શરતોને પૂરી કરવા અંગે સહમત હોય છે. આ મુદ્દત સોદાના અમલીકરણથી લઇ સામાન્ય રીતે 45 દિવસની હોય છે અને બંને પક્ષોની વચ્ચે પરસ્પર સહમતિથી સમયસીમા લંબાવાય છે.

અધિકારીએ કહ્યુ કે, એર ઇન્ડિયાની કમાન ટાટા સન્સને સોંપતા પહેલા વૈશ્વિક સ્પર્ધા પંચ પાસેથી મંજૂરી મેળવવી પડશે. 20 ડિસેમ્બરે ભારતીય પ્રતિસ્પર્ધા પંચે આ સોદાને મંજૂરી આપી દીધી હતી. ઉલ્લેખનિય છે કે, 31 ઓગસ્ટના રોજ એર ઇન્ડિયા પર કુલ રૂ. 61,562 કરોડનું દેવુ હતું.