. (ANI Photo)

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ 2-1થી હારી જતાં આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચવાની આશાને પણ આંચકો લાગ્યો છે. કેપટાઉન ખાતેની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં સાત વિકેટે પરાજય પછી ટીમ ઈન્ડિયા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે ધકેલાઈ છે.

દક્ષિણ આફ્રિકાની ટીમ પાંચમા ક્રમેથી ચોથા સ્થાને પહોંચી ગઈ છે. ICCના નવા નિયમો અનુસાર પોઈન્ટ ટેબલમાં દરેક મેચમાં ટીમે મેળવેલા પોઈન્ટ્સની ટકાવારીના આધારે રેન્કિંગ નક્કી કરાય છે.વિજેતા ટીમને 12 પોઈન્ટ મળે છે, મેચ ડ્રો થાય તો બંને ટીમોને ચાર-ચાર પોઈન્ટ મળે છે, જ્યારે હારેલી ટીમને કોઈ પોઈન્ટ મળતા નથી. ટાઈ થાય તો બંને ટીમોને છ-છ પોઈન્ટ મળે છે.