પ્રતિક તસવીર

  • ધ ભવન, લંડનના સહયોગથી ભવન, 4a કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન, W14 9HE ખાતે શનિવાર તા. 12 ઓગસ્ટના રોજ સાંજે 5થી રુબી બંકર દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય – ઓફ લવ, ફ્લેમ અને શેડોઝનું આયોજન કરવાનાં આવ્યું છે. જેમાં કોલકાતાના હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી કલાકારો શ્રીમતી કોયલ ભટ્ટાચાર્ય (વોકલ સોલો રીટેલ), શ્રી કુંતલ દાસ (તબલા) અને લંડન સ્થિત કીબોર્ડ પ્લેયર ગાયક શ્રી અમિત ડે કાર્યક્રમ પ્રસ્તુત કરશે. તે જ સાંજે શાસ્ત્રીય નૃત્યકારો – શ્રી અભિનવ મિશ્રા અને શ્રીમતી સુજાતા દાસ કથ્થક નૃત્ય રજૂ કરશે.
  • ભવન દ્વારા કલા ફેસ્ટિવલ – સંવાદિતા અને શાંતિ માટેના સંગીત કાર્યક્રમનું આયોજન શનિવાર 19 ઓગસ્ટના રોજ સાંજે 7થી 9.30 દરમિયાન ભવન, 4a કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન, W14 9HE ખાતે કરવામાં આવ્યું છે. જેમાં કલાકારો સર્વ શ્રી પંડિત દેબાસીસ ચક્રવર્તી (ભારતીય સ્લાઇડ ગિટાર), દીપક શાહ (પિયાનો), ડૉ. લવલી શર્મા (સિતાર), દુર્જય ભૌમિક (તબલા) કાર્યક્રમ રજૂ કરશે.

LEAVE A REPLY

five × 3 =