• ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા શુભ પુરુષોત્તમ માસ પ્રસંગે સીતા ચરિત્ર કથાનું આયોજન તા. 11 થી 13 ઓગસ્ટ બપોરે 3 થી 6 દરમિયાન શ્રી રામ મંદિર, લોહાણા મહાજન લેસ્ટર, શ્રીમતી નીતિબેન મહેશભાઈ ઘીવાલા સેન્ટર, હિલ્ડયાર્ડ રોડ, લેસ્ટર, LE4 5GG ખાતે કરવામાં આવ્યું છે. કથાનો લાભ શ્રી કિરીટભાઈ જી આપશે. સંપર્ક: 020 8426 0678, 07908 428 525, 07895 865 135 અને siddhashram.com
  • ગુજરાતી આર્ય એસોસિએશન (જીએએ) લંડન – સીનીયર સીટીઝન ક્લબ દ્વારા પ્રવિણા અને ઉત્તમલાલ ગોવિંદ ચૌહાણ અને પરિવાર દ્વારા બોલ્ટનના સ્વ. પાર્વતીબેન અને સ્વ. ગોવિંદ ભગા ચૌહાણની પ્રેમાળ યાદમાં મંગળવાર 15મી ઑગસ્ટ 2023ના રોજ સવારે 11:45 વાગ્યે ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીનું આયોજન કેન્ટન હોલ, વુડકોક હિલ, હેરો HA3 0PQ ખાતે કરવામાં આવ્યું છે. શાકાહારી ભોજન પછી મનોરંજન બિન્ગો ગેમ્સનો લાભ મળશે. સંપર્ક: જયંતિભાઇ ચૌહાણ: 07701 090 712 અને રમેશભાઇ સોલંકી 07817 412 923 (10 am to 7 pm Only)
  • શ્રી લોહાણા મહાજન, લેસ્ટર CIO અને શ્રી રામ મંદિર દ્વારા શ્રી રામ મંદિર, લોહાણા મહાજન લેસ્ટર, શ્રીમતી નીતિબેન મહેશભાઈ ઘીવાલા સેન્ટર, હિલ્ડયાર્ડ રોડ, લેસ્ટર, LE4 5GG ખાતે મંગળવાર 8 ઓગસ્ટથી સોમવાર 14 ઓગસ્ટ દરમિયાન દરરોજ બપોરે 3.30 થી 6.30 વાગ્યા સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો લાભ મહારાજ પ્રતિકભાઈ જાની આપશે. ફેસબુક પેજ lohana પર કથા લાઈવ જોઇ શકાશે. સંપર્ક: 0116 2664642.
  • LCNL મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ-રુદ્રી પૂજાનું આયોજન શનિવાર 19 ઓગસ્ટ 2023ના રોજ સવારે 11:45થી આરસીટી હોલ નોર્થ હેરો, હેડસ્ટોન લેન HA2 6NG ખાતે કરવામાં આવ્યું છે. લંચ બપોરે 12 વાગ્યાથી અને અભિષેક પૂજા બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. પૂજા સમાગ્રી આપવામાં આવશે. પોતાની ગણેશ મૂર્તિ અને શિવલિંગ લાવવાના રહેશે. વધુ માહિતી માટે સંપર્ક: અર્ચનાબેન સોઢા – 07795 958 537 અને સાધનાબેન મહેતા – 07961 779 071.

LEAVE A REPLY

5 × three =