The Bhavan Summer Show

ભવન લંડન દ્વારા વાર્ષિક સમર સ્કૂલનું આયોજન 15મી જુલાઈથી 6 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત અને યુકેના ભારતીય ક્લાસિકલ ડાન્સ અને મ્યુઝિક ક્ષેત્રના નિષ્ણાતોએ ઇન્ટરમીડિયેટથી એડવાન્સ અને માસ્ટર્સ સ્તરના વિવિધ ક્ષેત્રના વિદ્યાર્થીઓને 3 અઠવાડિયાની સઘન તાલીમ આપી હતી. તાલીમ બાદ તે કલાકારોના વિવિધ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કલા શિક્ષકો કલાઈમની શ્રીમતી શ્રીકલા ભારત (ભારતનાટ્યમ), પં. નાગરાજ રાવ હવાલદાર (હિન્દુસ્તાની વોકલ), વિદ્વાન એચએસ સુધીન્દ્ર (મૃદંગમ), ડૉ. બેબી શ્રીરામ (કર્ણાટિક વોકલ) અને પં. સુબ્રત ગુપ્તા (તબલા)ને ભારતમાંથી આમંત્રિત કરવામાં આવ્યા હતા. કથક માટે લંડન સ્થિત કલા શિક્ષકો શ્રી અભય શંકર મિશ્રા અને ઓડિસી માટે ડૉ. ઇલિયાના સિટારિસ્ટીએ સેવા આપી હતી.

ધ ભવન્સ દ્વારા વાયોલિન, બંગાળી સંગીત અને હિન્દીનો ટૂંકો અભ્યાસક્રમ નિવાસી શિક્ષકો શ્રી બાલુ રગુરામન, શ્રીમતી સજલી રોય અને શ્રીમતી ઈન્દુ બારોટ દ્વારા શીખવવામાં આવ્યો હતો.

આ વર્ષે સમર ઇન્ટેન્સિવમાં ભાગ લેવા 240થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમના અંતે સમર સ્કુલના તમામ મુલાકાતી શિક્ષકોને લાઇવ કોન્સર્ટમાં પ્રદર્શિત કરાયા હતા અને ઉભરતા કલાકારોને ખીલવાની તક આપી ભવનના સ્ટેજ પર કલા પ્રદર્શન કરાયું હતું. બંને દિવસે હાઉસફુલ ઓડિટોરિયમ જોવા મળ્યું હતું અને પ્રદર્શનને પ્રેક્ષકો દ્વારા ખૂબ જ ઉત્સાહ અને પ્રશંસા સાથે આવકાર આપવામાં આવ્યો હતો.

ભવને આર્ટસ કાઉન્સિલ ઈંગ્લેન્ડ, સુધા મૂર્તિ, ચેલારામ ફાઉન્ડેશન અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સતત સમર્થન માટે આભાર માન્યો હતો.

નવા શૈક્ષણિક વર્ષ માટે ઓપન ડે 9મી સપ્ટેમ્બરના શનિવારે યોજવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ ટેસ્ટરમાં હાજરી આપી શિક્ષકોને મળી નવી ટર્મની નોંધણી કરાવી શકશે.

LEAVE A REPLY

three × 1 =