Tesco (Photo by TOLGA AKMEN/AFP via Getty Images)

સુપરમાર્કેટમાં ખરીદી કરીને સરસામાન પેક કરવા માટે મન ફાવે તેમ લેવાતી પ્લાસ્ટિકની કરિયર બેગ ઉપર પહેલા પાંચ પેન્સથી લઇને હવે 20થી 30 પેન્સ પ્રતિ બેગ ચાર્જ લેવાના કારણે પ્લાસ્ટિક કરિયર બેગના ઉપયોગમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. પ્રદૂષણ સામેની લડાઈમાં કરિયર બેગની ખરીદીને મોંધી બનાવાયા બાદ ‘નોંધપાત્ર ટર્નઅરાઉન્ડ’ આવ્યો છે.

ઈંગ્લેન્ડમાં હાલનાં સરેરાશ વ્યક્તિ વર્ષમાં માત્ર સાત સિંગલ-યુઝ પ્લાસ્ટિક બેગ ખરીદે છે. પરંતુ આ સંખ્યા ચાર્જ લાગુ કરાયો તે પહેલા 35 બેગની હતી. આઠ વર્ષ પહેલાં કાયદો લાગુ કરાયા બાદ સુપરમાર્કેટ દ્વારા 5 પેન્સ ચાર્જ લેવાનું શરૂ થયું હતું. તે પછી તેને બમણો કરીને 10 પેન્સ કરાયો હતો અને નાના રિટેલરોને આવરી લેવા માટે વિસ્તૃત કરાયો હતો.

સિંગલ-યુઝ પ્લાસ્ટિક બેગનું વેચાણ 2016-17માં 2.1 બિલિયન હતું પરંતુ તાજેતરના નાણાકીય વર્ષમાં ઘટીને તે 406 મિલિયન બેગ થઈ ગયું છે. ગયા વર્ષે વેચાયેલી પ્લાસ્ટિકની થેલીઓનો ત્રીજો ભાગ મુખ્ય રિટેલર્સ દ્વારા વેચાયો હતો, જે 2016-2017ના અડધાથી વધુ હતો.

નોર્ધર્ન આયર્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડે પણ બેગ્સની સમાન યોજનાઓ રજૂ કરી હતી.

LEAVE A REPLY

15 − 5 =