સરકારે ગરીબો, મહિલાઓ અને સમાજના આર્થિક રીતે નબળા વર્ગને ધ્યાનમાં રાખીને લોકડાઉન વચ્ચે જાહેર કરેલા ઈકોનોમિક પેકેજથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુશ છે.રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, સરકાર તરફથી જાહેર કરાયેલુ આર્થિક પેકેજ સાચી દિશામાં પહેલુ પગલુ છે. ભારતનુ ખેડૂતો, મજૂરો, મહિલાઓ તેમજ વૃધ્ધો પ્રતિ દાયિત્વ બને છે. જે આ લોકડાઉનમાં પરેશાનીનો સામનો કરી રહ્યા છે.દરમિયાન રાહુલ ગાંધીએ કેરાલામાં પોતાના મત વિસ્તાર વાયનાડમાં કોરોના વાયરસ સામે સારવારના સાધનો ખરીદવા પોતાના સાસંદ ફંડમાંથી 2.66 કરોડ રુપિયા આપ્યા છે. જેનાથી વેન્ટિલેટર, ટેસ્ટ કિટ, માસ્ક અને બીજા ઉપકરણો ખરીદવામાં આવશે.