ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે આ વર્ષના અંતમાં ચીનના હાંગઝોઉમાં યોજાનાર એશિયન ગેમ્સ 2023માં પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમને મોકલવાનો નિર્ણય કર્યો છે. એશિયન ગેમ્સમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં યોજાશે. જોકે, સૌથી મોટી મુશ્કેલી એ છે કે જ્યારે એશિયન ગેમ્સ યોજાશે ત્યારે વન-ડે વર્લ્ડ કપની યજમાની ભારત કરશે. આવી સ્થિતિમાં, બોર્ડ દ્વારા એશિયન ગેમ્સમાં પુરુષોની B ટીમને મોકલવામાં આવશે. એશિયન ગેમ્સ 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે. જ્યારે 5 ઓક્ટોબરથી 23 નવેમ્બર સુધી વર્લ્ડ કપનું આયોજન થઈ શકે છે. બોર્ડ આ મહિનાના અંત સુધીમાં એશિયન ગેમ્સ માટે ખેલાડીઓની યાદી મોકલશે. ઈંગ્લેન્ડમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ટીમે ક્રિકેટ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં જગ્યા બનાવી. પરંતુ ફાઇનલ મેચમાં ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઇ હતી, જોકે ટીમ ઈન્ડિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો.

LEAVE A REPLY

ten − seven =