અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ કાર્ય. (ANI Photo)

અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આગામી વર્ષે જાન્યઆરીની 21, 22 અને 23 તારીખે રામલલ્લાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો નિર્ણય કર્યો છે. ત્રણ દિવસના  સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર નિમંત્રણ મોકલવામાં આવશે તેમ ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું છે. આ સમારોહમાં દેશના સાધુ-સંતો અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ પણ સામેલ થશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે કહ્યું કે, મુખ્ય કાર્યક્રમ બિન-રાજકીય રાખવામાં આવશે. વિવિધ રાજકીય પક્ષોના મહેમાનોને પણ આમંત્રિત કરાશે, જો તેઓ ઇચ્છા ધરાવતા હોય. આ સમારોહ દરમિયાન કોઈ જાહેર બેઠક યોજાશે નહીં.

ટ્રસ્ટે અભિષેક સમારોહ માટે 136 સનાતન પરંપરાઓના 25,000થી વધુ હિન્દુ ધાર્મિક આગેવાનોને આમંત્રિત કરવાની યોજના બનાવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા એવા સંતોની એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે, તેઓને જલદી ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના હસ્તાક્ષર સાથે એક નિમંત્રણ પત્ર મોકલાશે. આ 25,000 સંતો 10,000 વિશેષ મહેમાનો ઉપરાંતના હશે. મંદિર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ કહ્યું કે, રામલલ્લા મંદિરના ગર્ભગૃહનું કામ જલદી પૂર્ણ થશે.

હવે જાન્યુઆરીમાં પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય આયોજનની તૈયારી પૂરજોશમાં ચાલુ થઈ છે. અભિષેક સમારોહમાં આવનાર ભક્તો માટે એક લગભગ એક મહિના સુધી મફત ભોજન ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. જાન્યુઆરી મહિનામાં રોજ 75 હજારથી એક લાખ લોકોને ભોજન અપાશે.

LEAVE A REPLY

8 − 7 =