(istockphoto)

ગુજરાત વિધાનસભામાં 2024-25ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરતા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટને ગાંધીનગર સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયના ભાગરૂપે રિવરફ્રન્ટને ચોથા અને પાંચમાં તબક્કા હેઠળ અમદાવાદના ઇન્દિરા બ્રિજથી ગાંધીનગર સુધી વિકસાવવામાં આવશે.

આમ રિવરફ્રન્ટની કુલ લંબાઈ આખરે 38.2 કિમી હશે. તેનાથી તેનો વિશ્વના સૌથી લાંબા અને સૌથી મનોહર રિવરફ્રન્ટ્સમાં સમાવેશ થશે.

બજેટ પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-4 અને ફેઝ-5માં અમદાવાદના ઈન્દિરા બ્રિજથી ગાંધીનગર સુધીના પટ્ટાને સામેલ કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટનો વિકાસ નરેન્દ્ર મોદીની દૂરંદેશી અભિગમ સાથે કરવામાં આવ્યો હતો. રિવરફ્રન્ટનો વિકાસ ગુજરાતના શહેરી લેન્ડસ્કેપમાં એક આઇકોનિક પ્રોજેક્ટ તરીકે થયો હતો.

રિવરફ્રન્ટના 11.5 કિ.મી.ના પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને 5.5 કિમીનો બીજા તબક્કાની કામગીરી ચાલુ છે. સરકારે હવે રિવરફ્રન્ટને અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ હેતુ માટે 2024-25ના નાણાકીય વર્ષ દરમિયાન રૂ.100.00 કરોડની જરૂર પડશે.

LEAVE A REPLY

eight + 17 =