Represents image

ભારત ખાડી દેશો સહિત 12 દેશમાં ફસાયેલા પોતાના નાગરિકો પરત લાવશે. સાત મેથી શરૂ થનાર આ અભિયાનમાં 12 દેશમાં 64 વિમાન મોકલાશે. આ લોકોમાં ભારતીય વિદ્યાર્થીઓ અને બ્લૂ કોલર મજૂર સહિત 14 હજાર 800 લોકો સામેલ છે. દરરોજ લગભગ બે હજાર લોકોને લાવવાની યોજના છે. આ લોકોએ બારત આવતા પહેલા કેટલી ઓપચારિકતા પૂરી કરવી પડશે. ભારત સરકારે દેશ પરત ફરવા ઈચ્છતા લોકોને રજિસ્ટ્રેશન કરવાનું કહ્યું છે. તેના માટે રજિસ્ટ્રેશન ફોર્મ પણ બહાર પડાયું છે. સાથે કોરોના ટેસ્ટ પણ કરાવવો જરૂરી છે.

ગૃહ વિભાગ મુજબ માત્ર એ લોકોને પ્રવાસની અનુમતિ મળશે, જેઓમાં કોઈ લક્ષણ નથી. ભારત આવ્યા પછી જરૂરી તપાસ થશે અને 14 દિવસ સુધી ક્વોરન્ટિન કરાશે. લોકોને લાવવા માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે. ઓપરેશન દરમિયાન આ પ્રોટોકોલનું પાનલ કરવું પડશે. વિશ્વભરના ભારતીય દુતાવાસ ત્યાં ફસાયેલા ભારતીયોની યાદી તૈયાર કરી રહ્યા છે.

આ બધાની વચ્ચે નૌસેનાએ માલદીવ અને સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)માં ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું અભિયાન સોમવાર મોડી રાત્રે શરૂ કરી દીધું છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુંબઈ કિનારે તહેનાત આઈએનએસ જલાશ્વ અને આઈએનએસ મગરને માલદીવ રવાના કરાયા છે. આઈએનએસ શાર્દુલને દુબઈ મોકલાયું છે. આ ત્રણેય શીપ ફસાયેલા લોકોને લઈને કોચ્ચિ પહોંચશે. આઈએનએસ જલાશ્વમાં એક હજારથી વધારે લોકો મુસાફરી કરી શકે છે. સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરીને આમાં 700થી 800 ભારતીયોને પરત ફરી શકે છે. જ્યારે શાર્દુલ અને મગરમાં 400થી 500 લોકોને લાવી શકાશે.

નૌસેનાનું ઓપરેશન શરૂ કરવાનો નિર્ણય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને વિદેશ મંત્રાલય વચ્ચે સહમતિ બન્યા પછી કરાયો છે. એકવારમાં વધારે લોકોને લાવવાની ક્ષમતાના કારણે આ બચાવ અભિયાનમાં સેનાની શીપનો ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો છે. રેસ્ક્યુ ઓપરેશન માટે નૌસેનાની 14 શીપને તૈયાર રાખાઈ છે. નૌસેનાના વાઈસ ચીફ એડમિરલ જી અશોક કુમાર મુજબ ઓપરેશનમાં પશ્ચિમી નેવલ કમાંડના 4 જહાજો, પૂર્વી નેવલ કમાંડના 4, દક્ષીણી કમાંડના 3 અને આંદામાન નિકોબાર કમાંડના 3 જહાજને કામે લગાડાશે.

માલદીવ અને સંયુક્ત અરબ અમીરાતથી લોકોને લાવતી વેળાએ સંક્રમણ ન ફેલાય તેનુ પૂરતું ધ્યાન રખાશે. ગાઈડલાઈનનું પાલન કરાશે. ક્રૂ મેમ્બરને લોકોને મળવાની પરવાનગી નહીં અપાય. જરૂર પૂરતા સ્ટાફને જ રખાશે. જો કોઈ પોઝિટિવ મળશે તો તેને જહાજમાં જ આઈસોલેટ કરવાની સુવિધા હશે. ભારત પરત ફર્યા પછી પણ યાત્રીકોનું સ્ક્રીનિંગ કરાશે અને તેઓને ક્વોરન્ટિન પણ કરાશે.