વિશ્વભરમાં કોરોના મહામારીના 36.46 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2 લાખ 52 હજાર 407થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. 11.98 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.અમેરિકાની વાત કરીએ તો અહીં અત્યાર સુધીમાં 12 લાખ 12 હજાર 835 કેસ નોંધાયા છે. કુલ 69 હજાર 921 લોકોએ જીવ ગુમાવ્યા છે. કુલ 1.88 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. કુલ 74.62 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે.

અમેરિકામાં 24 કલાકમાં 1050 લોકોના મોત થયા છે. જ્યારે 24 હજારથી નવા કેસ નોંધાયા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ દેશમાં જૂન સુધીમાં રોજ મરનાર લોકોની સંખ્યા ત્રણ હજાર થઈ શકે છે. મેના અંત સુધીમાં રોજ બે લાખ નવા કેસ નોંધાવાની સંભાવના છે. જોકે વ્હાઈટ હાઉસે આ રિપોર્ટને વિવાદાસ્પદ ગણાવ્યો છે.

અમેરિકાના સિએટલ સ્થિત ઈંસ્ટીટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશને કહ્યું કે ઓગસ્ટમાં દેશમાં 1 લાખ 30 હજારથી વધારે લોકો જીવ ગુમાવશે. મેક્સિકોમાં કોરોના મહામારી ઝડપથી ફેલાઈ રહી છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1434 કેસ નોંધાય છે અને 117 લોકોના મોત થયા છે. આ સાથે જ અહીં કુલ કેસ 29 હજાર 905 થયા છે અને 2271 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અહીં લોકડાઉનને 30 મે સુધી લંબાવાયું છે.ફ્રાન્સમાં 11 મેથી ઘણા પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવશે. ત્યાર પછી સંક્રમણની સ્થિતિને જોઈને આગળ નિર્ણય કરાશે. જોકે ધાર્મિક કાર્યક્રમો ઉપર 2 જૂનથી પ્રતિબંધો રહેશે. અહીં અત્યાર સુધીમાં 25 હજાર 201 કેસ નોંધાયા છે અને 1.69 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે.