ટોકિયો પેરાલિમ્પિકમાં ભારતના પ્રમોદ ભગતે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. (PTI Photo)

ટોકિયો પેરાલિમ્પિક્સમાં ભારતને કુલ 19 મેડલ મળ્યા છે, જે ભારતનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ છે. ભારતને પાંચ ગોલ્ડ, આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. અગાઉ ભારતને 2016માં રિયો પેરાલિમ્પિક્સમાં ચાર મેડલ મળ્યા હતા, જે અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ હતો. હકીકતમાં ટોકિયો પેરાલિમ્પિક્સ પહેલા ભારતને કુલ 12 મેડલ મળેલા હતા, પરંતુ હવે ભારતના મેડલની સંખ્યા વધીને 31 થઈ હતી.

ટોકિયો પેરાલિમ્પિક્સમાં ભારતના 54 એથ્લિટ ગયા હતા.ભારતને પ્રથમ મેડ઼લ ભાવિનાબેન પટેલે અપાવ્યો હતો. ભાવિનાએ ટેબલ ટેનિસ વુમેન્સ સિંગલ (ક્લાસ-4)માં સિલ્વર મેડલ મેળવ્યો હતો, ગેમ્સના સમાપન દિવસે ક્રિષ્ના નાગરને બેડમિન્ટન મેન્સ સિંગલ (SH6)માં ગોલ્ડ જીત્યો હતો.

ભારતના શુટર્સ બે ગોલ્ડ મેડલ સાથે કુલ પાંચ મેડલ જીતી લાવ્યા હતા. અવની લેખારા અને સિંઘરાજ અડાનાએ મેડલ મેળવ્યો હતો.

ભારતે એથ્લિટિક્સમાં પણ શાનદાર દેખાવ કર્યો હતો. ભારતને હાઇ જમ્પમાં ચાર મેડલ, ભાલાફેંકમાં ત્રણ મેડલ અને ડિસ્ક થ્રોમાં એક મેડલ મળ્યો હતો. જેવલિન થ્રોઅવર સુમિત અંતિલે ગોલ્ડ મેડલ જીત્યો હતો. બેડમિન્ટનમાં પણ ભારતે સારો દેખાવ કર્યો હતો. પ્રમોદ ભગત અને ક્રિષ્ના નાગર બંને ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ ગેમમાં ભારતને કુલ ચાર મેડલ મળ્યા હતા.