Tribute to Queen by Sri Muktjivan Swamibapa Pipe Band

અમદાવાદમાં મણીનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગતસાત દિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લંડનમાં રાણી એલિઝાબેથની અંતિમ વિધિ વખતે અમદાવાદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ અને સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રીયપ્રિય સ્વામી મહારાજની અધ્યક્ષતામાં શ્રી મુક્તજીવન પાઇપ બેન્ડ દ્વારા બ્રિટિશ રાષ્ટ્રગીત વગાડીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને કિંગ ચાર્લ્સ તૃતીયની વરણીની ઉજવણી કરી હતી. લંડન અને બોલ્ટનના આ પાઇપ બેન્ડમાં 120 બ્રિટિશ ઇન્ડિયન પાઇપર્સ અને ડ્રમર્સ છે. આ બેન્ડને રાજવી પરિવાર સમક્ષ રાણીની સુવર્ણ, હીરક અને પ્લેટિનમ જ્યુબિલી વખતે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મળ્યું છે. આ અવસરે મોટી સંખ્યામાં સમગ્ર ભારત, યુકે, નોર્થ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાંથી હજારો હરિભક્તો આવ્યા છે. 

LEAVE A REPLY

18 + ten =