અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વિદેશમાં બનેલી ફિલ્મો પર 100 ટકા ટેરિફની જાહેરાત કરતા જણાવ્યું હતું કે અમેરિકામાં ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી મૃત્યુ પામી રહ્યો છે.
તેમણે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યું હતું કે “અન્ય દેશો આપણા ફિલ્મ નિર્માતાઓ અને સ્ટુડિયોને અમેરિકાથી દૂર ખેંચવા માટે તમામ પ્રકારના પ્રોત્સાહનો આપી રહ્યા છે. હોલીવુડ અને યુએસએમાં ઘણા અન્ય ક્ષેત્રો તબાહ થઈ રહ્યા છે. આ અન્ય રાષ્ટ્રો દ્વારા એક સંયુક્ત પ્રયાસ છે અને તેથી, રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. તે બીજી બધી બાબતો ઉપરાંત, સંદેશોઓ અને દુષ્પ્રચાર છે. તેથી હું વાણિજ્ય વિભાગ અને યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવને આપણા દેશમાં આવનારી કોઈપણ અને બધી ફિલ્મો પર 100% ટેરિફ લાદવાની કરવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા માટે અધિકૃત કરું છું. અમે ફરીથી અમેરિકામાં બનેલી ફિલ્મો ઇચ્છીએ છીએ.”
જોકે આ ટેરિફ વિદેશમાં ફિલ્મો બનાવતી પ્રોડક્શન કંપનીઓને ટાર્ગેટ કરશે કે વિદેશી પ્રોડક્ટ્શન કંપનીઓને તે સ્પષ્ટ થયું ન હતું. અમેરિકા સાથે ટ્રેડ વોર વચ્ચે ચીનને અમેરિકાની ફિલ્મોની સંખ્યામાં ઘટાડો કર્યાના એક મહિના પછી ટ્રમ્પે આ જાહેરાત કરી હતી.
