અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પોતાના ખાસ વિશ્વાસુ સર્જિયો ગોરની ભારતના નવા યુએસ એમ્બેસેડર અને સાઉથ અને સેન્ટ્ર્લ એશિયન બાબતોના ખાસ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી હતી. ટ્રુથ સોશિયલ પર જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું, ‘મને એ વાત ખુશી છે કે હું સેર્ગીયો ગોરને ભારતમાં અમારા નવા યુએસ એમ્બેસેડર અને સાઉથ અને સેન્ટ્રલ એશિયન બાબતોના ખાસ એમ્બેસેડર તરીકે પ્રમોટ કરી રહ્યો છું.’ ટ્રમ્પે ગોરને ‘ગાઢ મિત્ર’ કહીને જણાવ્યું હતું કે, તેમણે તેમના ઐતિહાસિક ચૂંટણી કેમ્પેઇનમાં કામ કર્યું હતું, તેમના બેસ્ટસેલર પુસ્તકો પ્રકાશિત કર્યા અને ટ્રમ્પના કાર્યોમાં સહયોગ આપ્યો હતો. ગોરે ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશનમાં ચાર હજાર જેટલા લોકોની નિમણૂકમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને વ્હાઇટ હાઉસમાં પ્રેસિડેન્ટની પર્સનલ ઓફિસના ડાયરેક્ટર છે.
