તુર્કીના એજિયન સીમાં વિનાશતક ભૂકંપ બાદ ધરાશાયી બિલ્ડિંગમાં રાહત અને બચાત કાર્ય ચાલુ છે. REUTERS/Tuncay Dersinlioglu

તુ્ર્કીમાં શુક્રવારે આવેલા વિનાશક ભૂકંપ બાદ સોસિયલ મીડિયામાં હચમચાવી નાંખે તેવી તસવીરો આવી હતી. નાશભાગ કરતાં લોકો, ધરાશાયી ઇમારતો, શહેરોમાં દરિયાના પાણી, શહેરના રસ્તામાં પાણીમાં તરલાં કાટમાળની તસવીરો આઘાતજનક હતી. તૂર્કીના ઇઝમિર પ્રાંતના એજિયન શહેરમાં ભારે વિનાશ વેરાયો હતો. આ પ્રાંતમાં આશરે ત્રણ મિલિયન લોકો રહે છે અને મોટી સંખ્યામાં હાઇ રાઇઝ બિલ્ડિંગો છે.

ઇઝમિર નજીકના એક શહેરના વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે ભૂકંપ બાદ દરિયાના પાણી શહેરમાં ધુસી ગયા હતા અને કાટમાળ પાણીમાં તરતો હતો. એક સમયે મોટી ઇમારતો હતી ત્યાં હાલમાં કાટમાળ છે. ઈઝમિર પ્રાંતમાં અનેક ઈમારતો તૂટી પડી છે. તુર્કીના મીડિયામાં ઈઝમિરમાં બહુમાળી ઈમારત તૂટી પડ્યાની માહિતી આપવામાં આવી છે, આ ઈમારતના કાટમાળ પર લોકો ચડીને બચાવ કાર્ય શરૂ કર્યું છે. કાટમાળમાંથી મહિલાને બહાર કાઢવા મદદ કરવામાં આવી રહી છે. ઈમારત તૂટી પડવાથી મધ્ય ઈઝમિરમાં અનેક જગ્યા પર વ્યાપક પ્રમાણમાં ધુમ્મસ ફેલાઈ ગયુ હતું

તુર્કીના ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું કે માત્ર બારાકલી જિલ્લામાં ઓછામાં ઓછાં 10 બિલ્ડિંગ પડી ગયાં છે. લોકલ મીડિયામાં ચાલી રહેલા અનેક વિડિયોમાં પત્તાંના મહેલની જેમ ઈમારત ધ્વસ્ત થતી દેખાડવામાં આવી છે. અનેક એપાર્ટમેન્ટની દીવાલોમાં પણ મોટી મોટી તિરાડો પણ પડી ગઈ છે.