threatening professors in Detroit
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

મુંબઈ પોલીસે પોપ્યુલર ક્રાઈમ શો સાવધાન ઈન્ડિયા અને ક્રાઈમ પેટ્રોલમાં કામ કરતી બે ટીવી એક્ટ્રેસની ચોરીના કેસમાં શુક્રવારે ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, બંને એક્ટ્રેસ પોશ વિસ્તારમાં આવેલી રોયલ પામ સોસાયટીમાં પેઈંગ ગેસ્ટ તરીકે શિફ્ટ થઈ હતી અને ત્યાં જ રહેતી અન્ય મહિલાના કથિત રીતે લાખો રૂપિયા લઈને ફરાર થઈ હતી.

પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેના પૈસા ભરેલી બેગ ચોરી થઈ છે અને તેને સુરભી શ્રીવાસ્તવ તેમજ મોહસીના શેખ પર શંકા છે. મહિલાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તરત જ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જ્યાં સુરભી શ્રીવાસ્તવ તેમજ મોહસીના શેખ એમ બંને પૈસા ભરેલી બેગ લઈને બહાર જતી જોવા મળી હતી. લોકડાઉનના કારણે સીરિયલનું શૂટિંગ બંધ થઈ જતાં બંનેએ આ પગલું ભર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. શરૂઆતમાં જ્યારે પોલીસે બંનેની પૂછપરછ કરી તો તેમણે મૌન સાધીને રાખ્યું હતું. પરંતુ બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજ જોયા હતા અને તેમાં તેઓ બેગ લઈને જતી જોવા મળી હતી. આ બાદ બંને પોલીસ સમક્ષ ભાંગી પડી હતી અને ગુનો કબૂલ્યો હતો.