અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી રવિવારે તિરુપતિમાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. (ANI Video Grab)

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિર, આંઘ્રપ્રદેશમાં તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિર અને કેરળના ત્રિશૂરમાં ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરમાં દર્શન પૂજા કરીને આ ત્રણ મંદિરોને કુલ રૂ. 45 કરોડનું દાન આપ્યું હતું.

તેમણે નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો હતો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું.

મુકેશ અંબાણીએ તિરુપતિમાં ભગવાન શ્રી વેંકટેશ્વરના દિવ્ય આશીર્વાદ લીધા હતાં અને કેરળના ત્રિશૂરના ગુરુવાયુર શહેર સ્થિત ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરે પણ દર્શન કર્યા હતા. તેમણે મંદિરને આધુનિક કિચનના નિર્માણ માટે રૂ.15 કરોડનું દાન આપ્યું હતું.

તિરુમાલાની મુલાકાત લીધા પછી, મુકેશ અંબાણીએ કેરળના ત્રિશૂરમાં ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરમાં પણ દર્શન કર્યા હતા. આ મંદિર દક્ષિણ ભારતના સૌથી આદરણીય તીર્થસ્થળોમાંના એક છે.તેમણે મંદિરને ૧૫ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

LEAVE A REPLY