પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

 કોરોનાની ગંભીર સ્થિતિને પગલે યુનાઇટેડ આરબ અમિરાત (UAE)એ રવિવારથી 10 દિવસ માટે પ્રતિબંધ મૂક્યો છે. આ ટ્રાવેલ પ્રતિબંધનો અમલ 24 એપ્રિલથી રાત્રે 11.59થી થશે અને દસ દિવસ બાદ તેની સમીક્ષા થશે, એમ ગલ્ફ ન્યૂઝે જણાવ્યું હતું.

છેલ્લાં 14 દિવસથી ભારત મારફત આવેલા મુસાફરોને પણ યુએઇ માટે બીજા કોઇ પોઇન્ટથી વિમાનમાં બેસવા દેવામાં આવશે નહીં. જોકે ડિપાર્ચર ફ્લાઇટ ચાલુ રહેશે. આ પ્રતિબંધમાં UAEના નાગરિકો, ડિપ્લોમેટિવ પાસપોર્ટ હોલ્ડર્સ અને સત્તાવાર ડિલિગેશનનો સમાવેશ થતો નથી.