૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ઈરાનના તેહરાનમાં બ્રિટિશ દૂતાવાસ સામે વિરોધ પ્રદર્શન દરમિયાન ઈરાની વિદ્યાર્થીઓના એક જૂથે યુએસ અને ઇઝરાયલી ધ્વજ સળગાવ્યા હતાં. Majid Asgaripour/WANA (West Asia News Agency) via REUTERS

ઈરાનમાં સરકાર વિરોધી આંદોલન વધુ ઉગ્ર બનતા યુકેએ તહેરાન ખાતેના તેના દૂતાવાસને અસ્થાયી રૂપે બંધ કરીને તેના રાજદૂત અને સ્ટાફને પાછો બોલાવી દીધા હતાં. યુકેએ તેના નાગરિકોને ઇરાનનો પ્રવાસ ન કરવાની પણ કડડ એડવાઇઝરી જારી કરી હતી.

સરકારે એક અડવાઇઝરીમાં જણાવ્યું હતું કે સુરક્ષા સ્થિતિને કારણે યુકેએ ઈરાનમાંથી સ્ટાફ પાછો ખેંચી લીધો છે અને દૂતાવાસ દૂરસ્થ રીતે કાર્યરત રહેશે. એડવાઇઝરીમાં નાગરિકોને ચેતવણી પણ આપવામાં આવી હતી કે બ્રિટિશ પાસપોર્ટ અથવા યુકે સાથે જોડાણ હોવાને કારણે ઈરાની અધિકારીઓ તમને અટકાયતમાં લઈ શકે છે.

દૂતાવાસની સત્તાવાર વેબસાઇટ પરની એડવાઇઝરીમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે ઈરાનમાં સ્થિતિ ઝડપથી વણસી શકે છે અને નોંધપાત્ર જોખમો પેદા કરી શકે છે. બ્રિટિશ અને બ્રિટિશ-ઈરાની બેવડી નાગરિકતા ધરાવતા લોકોને ધરપકડ, પૂછપરછ અથવા અટકાયતનું મોટું જોખમ છે,”

ઈરાનમાં આશરે બે સપ્તાહથી ચાલી રહેલા સરકાર વિરોધી રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં સુરક્ષા કર્મચારીઓ સહિત આશરે 3500થી લોકોના મોત થયા હોવાના રીપોર્ટ છે. દેખાવકારો સામેની ઇસ્લામિક રાષ્ટ્રની કાર્યવાહીને પગલે યુકે સહિતના દેશોએ મંગળવારે ઇરાનને રાજદૂતોને સમન્સ કર્યા હતાં. બ્રિટિશ વિદેશ પ્રધાન યવેટ કૂપરે આને ભયાનક અને ક્રૂર હત્યા ગણાવી હતી.

ઇરાનમાં અમેરિકાની દરમિયાનગીરીની શક્યતામાં વધારો થયો છે. પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ દેખાવકારો સામેની સરકારની હિંસક કાર્યવાહી બદલ માટે લશ્કરી વિકલ્પો સહિત સહિતના વિવિધ વિકલ્પોની વિચારણા કરી રહ્યાં છે. બીજી તરફ ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ સોમવારે તેહરાનમાં જણાવ્યું હતું કે અમે યુદ્ધ અને વાતચીત બંને માટે તૈયાર છીએ.ટ્રમ્પે ઈરાનના નેતાઓને ચેતવણી આપી હતી કે જો સુરક્ષા દળોએ દેખાવકારો પર ગોળીબાર કરશે તો અમેરિકા હુમલો કરશે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે “ઈરાન વાટાઘાટો કરવા માંગે છે, હા. અમે તેમની મળી શકીએ છીએ. એક બેઠક ગોઠવવામાં આવી રહી છે, પરંતુ બેઠક પહેલા શું થઈ રહ્યું છે તેના કારણે આપણે પગલાં લેવા પડી શકે છે. ઈરાને ફોન કર્યો, તેઓ વાટાઘાટો કરવા માંગે છે

સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સાતમી જાન્યુઆરીથી ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેહરાન, તબરેઝ, મશહદ સહિતના 100 શહેરોમાં ઉગ્ર હિંસા થઈ રહી છે. બીજી તરફ સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈએ આ આંદોલન પાછળ વિદેશી શક્તિઓનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો.

 

LEAVE A REPLY