પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (LSE)ના નવા રીસર્ચમાં જાણવા મળ્યું છે કે યુકેમાં છેલ્લા એક દાયકામાં ભારતીય મૂળના પુખ્ત વયના લોકોની સરેરાશ સંપત્તિમાં “તગડો” વધારો થયો હતો, જ્યારે પાકિસ્તાન મૂળના લોકોની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જોકે આની સાથે વંશિય સમુદાયોની સંપત્તિ વચ્ચેના તફાવતમાં પણ વધારો થયો હતો.

LSEના સેન્ટર ફોર એનાલિસિસ ઓફ સોશિયલ એક્સક્લુઝન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 2012-14 દરમિયાન સંપત્તિ વૃદ્ધિ ખાસ કરીને શ્વેત બ્રિટિશર અને ભારતીય વંશીય જૂથોના પુખ્ત વયના લોકો પૂરતો કેન્દ્રીત રહ્યો હતો. પાકિસ્તાની વંશીય જૂથના પુખ્ત વયના લોકોની સંપત્તિમાં “નોંધપાત્ર ઘટાડો” થયો હતો.

LSEના આસિસ્ટન્ટ પ્રોફેસરિયલ રિસર્ચ ફેલો અને ગયા મહિને પ્રકાશિત થયેલા અભ્યાસના લેખક ડૉ. એલેની કારાગિયાનાકીએ જણાવ્યું હતું કે એકંદરે મારા તારણો દર્શાવે છે કે વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના ઘણા વ્યક્તિઓને ગેરફાયદા થયા હતાં. તેમના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે એકંદર સંપત્તિમાં વધારો થયો છે, પરંતુ વંશીય જૂથોને એકસમાન રીતે લાભ થયો નથી.

રીસર્ચમાં જણાવાયું છે કે વંશિય જૂથોના પુખ્ત વયના લોકોની સરેરાશ સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો હતો, પરંતુ અશ્વેત આફ્રિકન, અશ્વેત કેરેબિયન અને બાંગ્લાદેશી જૂથોના લોકો માટે સંપત્તિમાં વધારો શૂન્યની નજીક રહ્યો હતો. પાકિસ્તાની વંશીય જૂથના પુખ્ત વયના લોકોનીની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો હતો.

અભ્યાસમાં જણાવાયું છે કે ભારતીય વંશિય જૂથના યુકેમાં જન્મેલા વ્યક્તિઓએ તેમની પ્રથમ પેઢીના અને બ્રિટિશ સમકક્ષ કરતાં સંપત્તિ વૃદ્ધિમાં ચડિયાતો દેખાવ કર્યો હતો. બીજી તરફ પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અશ્વેત કેરેબિયન વંશીય જૂથોના યુકેમાં જન્મેલા વ્યક્તિઓની સંપત્તિમાં “મર્યાદિત પ્રગતિ” જોવા મળી હતી.

LEAVE A REPLY