(Photo by Richard Heathcote/Getty Images)

યુકેમાં કોરોના વાઈરસના કારણે કુલ મૃત્યુ આંક 6,227 થયો છે અને છેલ્લા 24 કલાકમાં જ રેકોર્ડ 854 લોકો મૃત્યુ પામ્યા હતા. એકલા ઇંગ્લેન્ડમાં જ 758 લોકોનુ મૃત્યુ થયુ હતુ. સ્કોટલેન્ડમાં 74, વેલ્સમાં 19 અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 3 લોકોના મોત નિપજ્યા હતા.

સોમવારના મૃત્યુના આંકડા અઠવાડિયામાં માટે સૌથી નીચા રહ્યા હતા તો મંગળવાર આંકડા અત્યાર સુધીમાં ટોચ પર રહ્યા હતા. આજે મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં આવેલો ઉછાળો સૂચવે છે કે દેશમાં રોગચાળો શમી જાય તે માટે લાંબી રાહ જોવી પડશે. છેલ્લા સમાચાર મુજબ વડાપ્રધાનની તબિયત સ્થિર છે અને તેમને ન્યૂમોનિયા નથી થયો, તેઓ જાતે શ્વાસ લઈ રહ્યા છે.

ઇંગ્લેન્ડમાં મૃત્યુ પામેલા દર્દીઓ 23 થી 102 વર્ષની વયના હતા અને તેમાંથી 29ને અગાઉની બિમારી નહોતી. તેમની વય 23થી 99 વર્ષની હતી. સોમવારે જાહેર કરાયેલા 437ના મોતની સામે મંગળવારની સંખ્યા લગભગ બમણી છે. વૈજ્ઞાનિકોએ તાજેતરના અઠવાડિયામાં આગાહી કરી છે કે કોરોના વાઈરસની ચરમસીમા ઇસ્ટર પર નજરે પડશે અને આગામી સાત દિવસો રાષ્ટ્ર માટે તોફાની બની રહેશે.

જેમ જેમ મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે, તેમ તેમ ભૂતકાળના મૃત્યુની સંખ્યા પણ છે જે દરરોજની ગણતરીમાં ફેરવવામાં આવી રહી છે. કેટલીક જાનહાનિ તો ખરેખર 10 દિવસ પહેલા થઈ હતી પરંતુ પેપર વર્કના વિલંબના કારણે તે અગાઉ નોંધવામાં આવી ન હતી.

હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનરીકે કહ્યું હતું કે ‘’હોસ્પિટલમાં દાખલ થતા લોકોની સંખ્યા સ્થિર રહેશે તો આગામી અઠવાડિયાઓમાં યુકેમાં લોકડાઉન હળવો કરવા વિચારણા કરાશે. એવી આશંકા છે કે લાંબા ક્વોરેન્ટાઇનથી અર્થતંત્રને કાયમી નુકસાન થાય તેમ છે અને એનએચએસ અત્યાર સુધી સારી રીતે સામનો કરી રહ્યું છે.’’

અગ્રણી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે યુકે એન્ટિબોડી ટેસ્ટ માટે ઓછામાં ઓછો તેઓ એક મહિનો દૂર છે.
પહેલેથી તપાસવામાં આવેલી બધી કીટે ‘સારી કામગીરી બજાવી નથી’ અને તે વાપરવા યોગ્ય નથી. અમેરિકાના નોર્થ કેરોલાઇનાની એક પેઢીના એક એન્ટી બોડી ટેસ્ટને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) તરફથી મંજૂરી મળ્યા પછી યુએસએ દ્વારા ગયા અઠવાડિયે તેનો પ્રથમ એન્ટિબોડી ટેસ્ટ કરાયો હતો.

જેનુ રીઝલ્ટ 93.8 ટકા સચોટ હોવાનો દાવો કરાયો છે. ઇટાલી, સ્પેન અને જર્મની સહિતના યુરોપના દેશોમાં મૃત્યુ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જર્મની આ પહેલા જ રોગચાળામાં ટોચ પર પહોંચી ચૂક્યુ છે અને માત્ર 1,600 લોકોનાં મોત થયા છે. ચીફ મેડિકલ ઑફિસર ક્રિસ્ટ વ્હીટી સેલ્ફ આઇસોલેશનમાંથી બહાર આવ્યા છે અને કાર્યરત છે. પરંતુ ચિંતાજનક આંકડા દર્શાવે છે કે ફ્રાન્સ અને ઇટાલી કરતા યુકેનો રોગચાળો આગળ નીકળી ગયો છે.

કોરોના વાRરસથી કુલ મૃત્યુ અને દર્દીઓની સંખ્યા
વિસ્તાર મૃત્યુ કુલ કેસ
લંડન 1353 11978
મિડલેન્ડ્સ 979 6913
નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડ 509 4826
ઇસ્ટ ઇંગ્લેંડ 418 3150
નોર્થ ઇસ્ટ અને યોર્કશાયર 545 4969
સ્કોટલેન્ડ 220 3961
સાઉથ ઇસ્ટ ઇંગ્લેંડ 467 4576
સાઉથ વેસ્ટ ઇંગ્લેંડ 223 1827
વેલ્સ 193 3499
નોર્ધર્ન આયર્લેન્ડ 63 1158
કુલ 6227 51608