Quote-Photos-2015-August

મેં અનેક પરિષદોમાં ભાગ લીધો છે, જેમાં લોકો પાણી અને પર્યાવરણની જાળવણીની ગંભીર સમસ્યાઓ જેવા જુદા જુદા મુદ્દા પર ચર્ચા કરતા હોય છે. પરંતુ મને એ વાતનું દુઃખ છે કે કોઇપણ સરકાર વસતી નિયંત્રણ જેવા પાયાના મુદ્દે ચર્ચા કરવાનું ઇચ્છતી નથી. 20મી સદીના ઉતરાર્ધમાં વિશ્વની વસતી 1.6 બિલિયન લોકોની હતી.

આજે એક સદી પછી વસતીની સંખ્યા 7.2 બિલિયનની થઈ છે. 2050માં આપણી વસતી 9.6 બિલિયન હશે તેવું દર્શાવામાં આવે છે. મને લાગે છે કે, માનવીની આટલી ઉત્પતિ બેજવાબદાર છે. 1947માં ભારતની વસતી 330 મિલિયન હતી, જે આજે 1.2 બિલિયન છે. તમે કેટલું વૃક્ષારોપણ કર્યું, કેટલી નીતિઓ બદલી, કેવા પ્રકારની ટેકનોલોજી લાવ્યા તે મહત્ત્વનું નથી. આપણે વસતીની મર્યાદાની રાખીશું નહીં ત્યાં સુધી તેનો કોઇ ઉકેલ નથી આવવાનો.

આપણે સભાનતાપૂર્વક વસતીનું નિયંત્રણ કરવું જોઇએ અથવા તો કુદરત એ કામ ખૂબજ ક્રુર રીતે કરશે. આપણી પાસે ફક્ત આ જ વિકલ્પ છે. વિશેષમાં તો ભારતમાં અત્યારે 60 ટકા જમીન પર ખેડાણ થાય છે અને તે ફક્ત આ 1. 2 બિલિયન લોકોને અન્ન પૂરું પાડે છે. આપણા ખેડુતો સાવ પ્રાથમિક કહી શકાય તેવી અને સંપૂર્ણપણે ખખડધજ સુવિધાઓ સાથે એક બિલિયનથી વધુ લોકો માટે અનાજ વગેરે ઉતપન્ન કરી રહ્યા છે.

તે એક ખૂબજ પ્રશંસનિય વાસ્તવિકતા છે, પરંતુ હજુ પણ જે માણસ જે અન્ન ઉગાડે છે તે તો યોગ્ય રીતે પોતાનું પેટ ભરી શકતો નથી અને તે સ્હેજે પ્રશંસનિય કે ગૌરવ લેવા જેવી બાબત નથી. જે લોકો આપણા માટે ઘઉં-ચોખા જેવું અનાજ ઉત્પન્ન કરે છે તેમના પોતાના બાળકો ભરપેટ જમી શકતા નથી.

આ સ્થિતિ મૂળભૂત રીતે એટલા છે કે આપણે એ નિર્ણયની જવાબદારી હજી લીધી નથી કે, ‘ચલો, આટલી જમીન સાથે આપણે કેટલા લોકોનો નિભાવ કરી શકીએ?’ તે નિશ્ચિતપણે અમર્યાદિત માનવ વસતીના વધારાને નિભાવી શકે નહીં.
આ પૃથ્વી ફક્ત માનવો માટે જ નથી.એક એવો વ્યાપક વિચાર પ્રવર્તે છે કે, આ પૃથ્વીનું નિર્માણ ફક્ત માનવજાત માટે જ થયું છે. લોકોના મનમાં એવું ઠસાવવામાં આવ્યું છે કે, તમે ભગવાનની પ્રતિકૃતિ છો.

હું ચોક્કસપણે માનું છું કે, એક જંતુ પણ એવું વિચારતું હશે કે, ભગવાન પણ એક મોટા જંતુ જેવા જ દેખાતા હશે. ફક્ત પર્યાવરણના કારણોસર જ નહીં, સમગ્ર માનવતના લાભાર્થે આપણે એ વિચારવાની જરૂર છે કે, આ પૃથ્વી પરનો દરેક જીવને પોતાનું એક સંપૂર્ણ જીવન હોય છે. એક જંતુને પણ પોતાનું એક સંપૂર્ણ જીવન હોય છે- તેના જીવનમાં ઘણી ઘટનાઓ બને છે.

ફક્ત એ કારણે જ કે કેટલાક લોકો નાના છે અથવા તમારા કરતાં કંઇક અલગ દેખાય છે તેના કારણે આપણે એવું વિચારીએ કે તેમને જીવવાનો કોઇ અધિકાર નથી અને ફક્ત આપણને જ અહીં જીવવાનો અધિકાર છે, તો એવી માનવતાનું અસ્તિત્વ તદ્દન અભદ્ર છે.આજના માનવ સમાજમાં માનવતા જ નથી, આજે માનવતાનો આ આયનો છે. જ્યાં સુધી માનવીયપણું આગળ લાવવામાં નહીં આવે ત્યાં સુધી, હું માનતો નથી કે માનવ વસતી સભાનતાપૂર્વક નિયંત્રિત કરવા જેવી બાબતો ધ્યાનમાં લેવાશે.

જો કે, સરકારોએ નીતિઓ બનાવવી પડે છે, પરંતુ તે લોકશાહીમાં આ પ્રકારની બાબતોનો દબાણપૂર્વક અમલ કરી શકતી નથી. આવી સમસ્યાઓ બાબતે ફક્ત ઝુંબેશ દ્વારા અને જરૂરી જાગૃત્તિ લાવી તેનો ઉકેલ લાવી શકાય છે, પરંતુ સરકારમાં જે લોકો છે તેમણે નિશ્ચિતપણે આ મુદ્દાને મહત્ત્વ આપવું જ પડશે. ખાનગી એજન્સીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ આ મુદ્દે કંઈક કરી શકે, પરંતુ તેમછતાં, સરકારની કાર્યવાહીની જરૂર છે.

માનવ વસતી નિયંત્રણમાં રાખ્યા વગર પર્યાવરણ, જમીન સંચય અને સંરક્ષણ અથવા જળ સંચય અંગે વાત કરવાથી કોઈ ઉકેલ આવશે નહીં. કારણ કે જે પ્રકારે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે માનવીને પ્રોત્સાહન મળી રહ્યું તેના કારણે માનવી અતિ સક્રિય બને છે. આપણે માનવ પ્રવૃત્તિને મર્યાદિત કરી શકતા નથી, કારણ કે તે માનવ આકાંક્ષાઓને મર્યાદિત રાખશે. આપણે ફક્ત માનવ વસતી જ નિયંત્રિત રાખી શકીએ. જન્મદર પણ નિયંત્રણમાં હોવા જોઇએ

1947માં ભારતીયોનું સરેરાશ આયુષ્ય 32 વર્ષનું હતું. આજે તે 65 વર્ષથી વધુનું છે. આ રીતે, આપણે મૃત્યુ ઉપર કાબુ મેળવ્યો છે, પરંતુ આપણે જન્મ ઉપર પણ કાબુ મેળવવો જોઇતો હતો. આજે, આપણી પાસે પૂરતી બસો, જમીન, શૌચાલય, મંદિરો અને 1.2 મિલિયન લોકો માટે આકાશનો એક પુરતો યોગ્ય ટુકડો પણ નથી. આપણે માત્ર એટલું જ કરી શકીશું? – આપણી પાસે જેટલા સંશાધનો છે એ પ્રમાણે જ આપણે વસતીની વ્યવસ્થા કરી શકીએ છીએ? દરેક માનવીને આપણે જરૂરી શિક્ષણ અને સમજણ આપીએ તો આ શક્ય છે.

આપણે સમજ માટેનું આ મૂડીરોકાણ કરીશું તો આપણને વૃક્ષારોપણ કરવાની જરૂરત નહીં રહે. પૃથ્વી અત્યારે જોખમમાં નથી, પરંતુ માનવ જીવન અત્યારે જોખમમાં છે. આ મુદ્દો માનવીએ સમજવાની જરૂર છે. મને આશા છે કે આપણે આ સત્યને સમજીને જે જરૂરી છે તે પગલાં લેવા જોઇએ. પર્યાવરણનું જતન, ગ્રીન ટેકનોલોજી વગેરે નિશ્ચિતપણે જરૂરી છે, પરંતું સૌથી પાયાની બાબત એ છે કે, આપણી વસતી વધીને ચારગણી થઈ ગઈ છે અને આપણે તેના માટે કંઇ પણ કર્યું નથી. આપણો વસતીવધારો તો હજીએ પુરપાટવેગે ચાલુ છે અને એ જ સૌથી મોટી સમસ્યા છે.
– Isha Foundation