યુકેનાં શેડો નાયબ વડાંપ્રધાન અને લેબર પાર્ટીના ડેપ્યૂટી લીડર એન્જેલા રેનરના નેતૃત્ત્વમાં એક ડેલીગેશને તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન એન્જેલા રેનરએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત હૃદયકુંજના વિવિધ ખંડો અને ગાંધી આશ્રમ સંગ્રહાલયને નિહાળ્યું હતું. તેમણે ગાંધીજીને પ્રિય એવા ચરખા પર કાંતણ પણ કર્યું હતું.આ ડેલીગેશને ધોલેરામાં સ્થિત સોલાર પાર્કની મુલાકાત લીધી હતી. આ સોલાર પાર્કની મુલાકાત દરમિયાન સોલાર પાર્કથી ઉત્પન્ન થતી વીજળી, ટેકનિકલ બાબતો સહિત સોલાર પાર્કની સમગ્ર કામગીરીની માહિતી મેળવી હતી.

LEAVE A REPLY

15 + six =