Britain's Prime Minister Boris Johnson gestures as he delivers a speech during his visit to Dudley College of Technology in Dudley, Britain, June 30, 2020. Paul Ellis/Pool via Reuters

કોરોનાવાઈરસના રોગચાળામાં બ્રિટનમાં 43,000 કરતા વધારે લોકોના મોત થયા છે અને લોકડાઉન પગલાંના કારણે દેશના અર્થતંત્રને મોટા પાયે નુકશાન થયું છે ત્યારે વેસ્ટ મિડલેન્ડ્સમાં ડડલીમાં એક ભાષણમાં વડાપ્રધાન બોરિસ જ્હોન્સને આજે 30 તારીખે કોરોનાવાઈરસ કટોકટીમાંથી બ્રિટનને પાછું લાવવા માટે “બિલ્ડ, બિલ્ડ, બિલ્ડ”નું સૂત્ર આપી £5 બિલીયનની ઘરો અને માળખાકીય સુવિધાઓ ઉભી કરવા આર્થિક સધ્ધરતાની ‘મહત્વાકાંક્ષી’ યોજના જાહેર કરી હતી. વડાપ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે ‘’હવે યુકેના ભવિષ્ય વિશે મહત્વાકાંક્ષી બનવાનો સમય આવ્યો છે અને લાંબા સમયથી ચાલતી આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આ ક્ષણનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

ટોરી ચૂંટણીના ઢંઢેરામાં નક્કી કરાયેલી યોજનાઓ ઝડપી બનાવવામાં આવશે. રોગચાળાની શરૂઆતમાં અસ્તિત્વ હતી તે નોકરીઓ જઈ શકે છે, પરંતુ નવી તકોની ગેરંટી એ સુનિશ્ચિત કરશે કે દરેક યુવકને એપ્રેન્ટિસશિપ અથવા પ્લેસમેન્ટની તક મળશે. સરકાર ધીરે ધીરે, સાવધાનીથી હાઇબરનેશનમાંથી બહાર આવવાની તૈયારી કરી રહી છે. આર્થિક આફ્ટરશોકની તૈયારી કરવા આ દેશે જે આવે તેના માટે તૈયાર રહેવાની જરૂર છે. સરકાર દેશના ઘણા પાછળ છોડી દેવાયેલા, અવગણના કરાયેલા, વણસેલા ભાગો વિકસાવવા લેવલ અપ કરવાની તેની યોજનાઓ ચાલુ રાખવા માગે છે.’’

જ્હોન્સને જણાવ્યું હતું કે ‘’કોમર્શીયલ બિલ્ડીંગ્સની વિશાળ શ્રેણી પ્લાનિંગ એપ્લિકેશનની જરૂર વિના રેસિડેન્શીયલ વપરાશમાં પરિવર્તન કરવાની મંજૂરી આપવામાં આવશે. તેઓ ઘર માટે મકાનો ફરીથી બનાવવા માંગતા હશે તો બિલ્ડરોને ખાલી અને રીડન્ડન્ટ રેસીડેન્શીયલ અને કોમર્શીયલ ઇમારતો તોડી પાડવા અને તેને ફરીથી બનાવવા માટે સામાન્ય પ્લાનિંગ એપ્લિકેશનની જરૂર રહેશે નહીં. મકાનમાલિકો તેમની મિલકતો ઉપર વધારાનું બાંધકામ કરવા માટે પાડોશી સાથેના પરામર્શને આધિન “ફાસ્ટ ટ્રેક એપ્રુવલ પ્રોસેસ’’ કરી શકશે.

’’વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘’ઇંગ્લેન્ડમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને વેગ આપવામાં આવશે અને નવી એકેડેમી સ્કૂલ, ગ્રીન બસો અને નવા બ્રોડબેન્ડમાં રોકાણ કરાશે. હું સામ્યવાદી નથી પણ મને યુએસ પ્રમુખ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ દ્વારા પ્રેરણા મળી હતી, જેમણે 1930 ના દાયકામાં અમેરિકાને તેની નવી ડીલથી મહાન હતાશામાંથી બહાર કાઢ્યું હતું.’’
પબ્સ, લાઇબ્રેરીઓ અને ગામડાની દુકાનોને ફેરફારોથી સુરક્ષિત કરવામાં આવશે કારણ કે તે “સમુદાયોના જીવનપ્રવાહ માટે આવશ્યક છે” એમ સરકારે કહ્યું હતું.

જ્હોન્સને સ્વીકાર્યું હતું કે આયોજનમાં થયેલા પરિવર્તનનો પરંપરાગત ટૉરી-મતદાનવાળા ક્ષેત્રોમાં પ્રતિકાર થશે પરંતુ કહ્યું હતું કે “કેટલીકવાર તમારે આવી વસ્તુઓ સાથે આગળ વધવું પડશે.”લેબર નેતા સર કૈર સ્ટારમરે કહ્યું હતું કે “આ ડીલમાં કોઇ સ્વાદ નથી અને તે નવું પણ નથી. આપણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છીએ, આપણે પેઢીઓમાં ન જોઇ હોય તેવી સૌથી મોટી અને આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે.

તેને મેચ કરવાની જરૂર છે અને જે સહાય થઇ રહી છે તે વ્યક્તિ દીઠ £100 કરતા ઓછી છે. અને તે ઘણાં ઢંઢેરાના વચનો અને પ્રતિબદ્ધતાઓની ફરીથી જાહેરાત કરાય છે જે પૂરતું નથી. અમે રીકવરીની યોજનાઓ વિરુદ્ધ દલીલ નહિં કરીએ પરંતુ ધ્યાન નોકરીઓ પર આપવું પડશે.” સીબીઆઈએ કહ્યું હતું કે ‘’વડા પ્રધાને ઇકોનોમિક રીકવરીના માર્ગ પર પ્રથમ પગલાં ભરવાનું શરૂ કર્યું છે.’’ યુકેની અર્થવ્યવસ્થામાં આ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે કોઈપણ સમય કરતા વધુ ઝડપથી ઘટાડો થયો છે.