(Photo by Peter Nicholls/Getty Images)

બ્રિટિશ મીડિયા અહેવાલો અનુસાર, યુકેના ગૃહ સચિવ શબાના મહમૂદે વધતા જતાં માઇગ્રેશનના આંકડા નિયંત્રિત કરવાના ધ્યેય સાથે સખત પગલાં માટે ડેન્માર્ક તરફ નજર યુકે દોડાવી રહ્યું હોવાના સંકેત આપ્યા છે. તેમાં કડક નિયંત્રણો અને અસાયલમ સિસ્ટમના સંપૂર્ણ સુધારાની જોગવાઇઓ છે.

ઇમિગ્રેશન અંગે યુરોપના સૌથી કડક દેશોમાં ડેન્માર્કની ગણતરી થાય છે અને મહમૂદે તાજેતરમાં ડેન્માર્ક મોડેલના અભ્યાસ માટે હોમ ઓફિસના કેટલાક વરિષ્ઠ અધિકારીઓને કોપનહેગન મોકલ્યા હોવાનું કહેવાય છે.
આ સ્કેન્ડિનેવિયન દેશમાં, સંઘર્ષોથી સફળતાપૂર્વક આશ્રય મેળવનારા મોટાભાગના લોકોને માત્ર અસ્થાયી ધોરણે જ દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવે છે.

બીબીસી (BBC) મુજબ, ડેન્માર્કના family reunions માટેના કડક નિયમોએ પણ યુકેના ગૃહ મંત્રાલયના અધિકારીઓનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આમાં નાણાકીય જરૂરિયાતો અને ફરજિયાત લગ્નોથી બચવા માટે પીઆરના અધિકારો માટે 24-વર્ષથી વધુની વય મર્યાદા તેમજ દેશમાં સ્થળાંતર કરનારાઓની વસાહતો ઉભી થતી અટકાવવા માટેના કડક આવાસ નિયમોનો સમાવેશ થાય છે.

‘ધ સન્ડે ટાઇમ્સ’ ની નોંધ મુજબ યુકેમાં અસાયલમ મેળવવા માગતા લોકોએ ઉચ્ચ સ્તરનું અંગ્રેજી શીખવું પડશે અને તેમનો રેકોર્ડ ગુનાખોરીના મુદ્દે સ્વચ્છ હોવો જોઈએ. જો કોઈને અસાયલમ અપાય તો તેમને પોતાના રહેઠાણ અને લાભોનો ખર્ચ પાછો ચૂકવવાની ફરજ પણ પડી શકે છે.

અહેવાલમાં એક લીક થયેલા દસ્તાવેજનો પણ ઉલ્લેખ છે, જે દાવો કરે છે કે હોમ ઓફિસે ઓછામાં ઓછી એવી 14 સાઇટ્સની ઓળખ કરી છે જ્યાં 10,000 જેટલા માઈગ્રન્ટ્સને આ સિસ્ટમમાં મોટા સુધારાના ભાગ રૂપે હંગામી ધોરણે વસાવી શકાય છે, કડક શરતો લાગુ કરી શકાય અને મોટાભાગના માઈગ્રન્ટ્સને યુકેમાં અસ્થાયી રોકાણ સુધી મર્યાદિત કરી શકાય.

રેફ્યુજી કાઉન્સિલના મુખ્ય કાર્યકારી એનવર સોલોમને કહ્યું, ” અસાયલમ ઇચ્છતા હજારો લોકોને લશ્કરી સ્થળો અથવા અન્ય સરકારી જમીન પર કામચલાઉ ઉતારાની યોજનાઓ શક્ય કે માનવીય ઉકેલ નથી. તે અત્યંત ખર્ચાળ અને લોજિસ્ટિકલી જટિલ છે, અને આશ્રય પ્રણાલી સામેના વાસ્તવિક મુદ્દાઓને સંબોધવામાં નિષ્ફળ રહે છે.”

લેબર સરકારના સભ્યો તરફથી પણ ટીકા થઈ રહી છે, જેમાં ભારતીય બ્રિટિશર સાંસદ નાદિયા વ્હીટોમે ડેનિશ મોડેલના આધારે સિસ્ટમને મોડેલ બનાવવાની યોજનાઓને “અત્યંત જમણેરી નીતિ” તરીકે ગણાવી હતી. નોટિંગહામ ઈસ્ટના સાંસદે કહ્યું, “મને નથી લાગતું કે કોઈ લેબર સરકાર તેમની સાથે ફ્લર્ટિંગ કરતી જોવા માંગે છે.”

LEAVE A REPLY