More than 100,000 Russian soldiers killed in Ukraine: US General

યુક્રેને રાજધાની કીવના વ્યૂહાત્મક રીતે મહત્ત્વના એક પરા વિસ્તારનો ફરી કબજો કર્યો હોવાનો મંગળવાર (22 માર્ચે) દાવો કર્યો હતો. બીજી તરફ રશિયાના લશ્કરી દળોએ કીવ નજીકના બીજા વિસ્તારો પર તેમની ઘેરાબંધી મજબૂત કરી હતી તથા પોર્ટ સિટી મોરિયાપોલમાં વધુ હુમલા કરીને વિનાશ વેર્યો હતો.

રાજધાની કીવ વિસ્ફોટો અને ગનફાયરથી ધણધણી ઉઠ્યું હતું. શહેરના ઉત્તરના વિસ્તારોના આકાશમાં કાળો ધુમાડો દેખાયો હતો. રશિયાના દળોએ ઉત્તરપૂર્વ વિસ્તારોમાં ભારે તોપમારો કર્યો હતો અને કેટલાંક સબર્બ એરિયા કબજે કર્યા હતા. કીવના સત્તાવાળાએ 35 કલાકના કરફ્યૂ લાદ્યો હોવાથી મોટાભાગના લોકો ઘરમાં પૂરાઈ રહ્યાં હતા અને અંડરગ્રાઉન્ડ શરણું લીધું હતું.

મારિયાપોલમાં યુક્રેને શરણાગતિ સ્વીકારનો ઇનકાર કર્યો હોવાથી રશિયાના દળોએ તેમના હુમલા તેજ કર્યા હતા. મારિયાપોલમાંથી બહાર નીકળી રહેલા લોકોએ જણાવ્યું હતું કે સતત બોંબવર્ષા થઈ રહી છે અને રસ્તાઓ પર મૃતદેહો પડેલા છે.

યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે મંગળવારની સવારે યુક્રેના લશ્કરી દળોએ કીવના સબર્બ મેકારીવમાંથી રશિયાના દળોને પાછા હટી જવાની ફરજ પાડી હતી. આ વિસ્તાર પર ફરી કબજો કર્યો હોવાથી યુક્રેનના લશ્કરી દળોને મહત્ત્વના હાઇવે પર અંકુશ મળ્યો છે અને તેનાથી રશિયાના દળોને આગળ વધતા રોકવામાં મદદ મળશે. જોકે રશિયાએ બુચા, હોસ્ટોમેલ અને ઇરપિનના કેટલાંક વિસ્તારો પર આંશિક કબજો મેળવ્યો હતો. યુએન શરણાર્થી એજન્સીએ જણાવ્યું હતું કે આશરે 25 લાખ લોકોએ યુક્રેનમાંથી પલાયન કર્યું છે.