અમેરિકન કોંગ્રેસની ગુપ્તચર બાબતોની સમિતિના બે ડેમોક્રેટિક સાંસદોએ દાવો કર્યો છે કે દેશની ગુપ્તચર એજન્સી સીઆઇએની પાસે ગુપ્ત અને બિનજાહેર ડેટા સંગ્રહ છે જેમાં અમેરિકન નાગરિકોની માહિતી પણ સામેલ છે.
સેનેટના બંને સભ્યોએ આરોપ મૂક્યો છે કે લાંબા સમયાથી ચાલી રહેલા સીઆઇએના ગુપ્ત કાર્યક્રમને લોકો અને કોંગ્રેસથી છુપાવીને રાખવામાં આવ્યો છે. ઓરેગનના સેનેટર રોન વિડેન અને ન્યૂ મેક્સિકોના સેનેટર માર્ટિન હેનરિચે ટોચના ગુપ્ત અધિકારીઓને પત્ર લખી કાર્યક્રમની વધુ માહિતી જાહેર કરવાની માગ કરી છે. આ પત્ર એપ્રિલ, 2021માં લખવામાં આવ્યો હતો. જેનો મોટાભાગનો હિસ્સો તાજેતરમાં જાહેર કરવામાં આવ્યો હતો. વિડેન અને હેનરિચે જણાવ્યું છે કે કોંગ્રેસ અને પ્રજાનું માનવું છે કે કાયદાકીય માળખાને નજરઅંદાજ કરીને આ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સીઆઇએ અને નેશનલ સિક્યુરિટી એજન્સીનું એક વિદેશી મિશન છે.