અમેરિકામાં કોરોનાના કારણે બુધવારે વિક્રમજનક 3,000થી વધુ લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના વેક્સિનને થોડા સમયમાં મંજૂરી મળવાની ધારણા છે ત્યારે આટલી મોટી સંખ્યામાં મોત થયા હતા.
કોવિડ ટ્રેકિંગ પ્રોજેક્ટ્સના જણાવ્યા અનુસાર બુધવારે અમેરિકામાં 3,054 લોકોના મોત નોંધાયા હતા, જે અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ મોત છે. અગાઉનો વિક્રમ સાત મેના રોજ 2,769 મોતનો હતો.
બુધવારે કોરોનાના નવા 210,000 કેસ નોંધાયા હતા. હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા 106,888 હતી.
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર અમેરિકામાં અત્યાર સુધી 15 મિલિયન લોકોને કોરોના સંક્રમણ થયું છે અને 286,249 લોકોના મોત થયા છે.