અમેરિકામાં ચાર નવેમ્બર 2020ના રોજ ચૂંટણીના પ્રારંભિક મતગણતરી બાદ ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ ઉમેદવાર જો બિડેને તેમની પત્ની જિલ સાથે સંબોધન કર્યું હતું. (REUTERS/Mike Segar)

અમેરિકાની પ્રેસિડન્ટની ચૂંટણીમાં પ્રારંભિક ગણતરી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સામે જો બિડેનને સરસાઈ હાંસલ કરી છે અને જોકે બંને ઉમેદવારો વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે. જો બિડેનને 224 ઇલેક્ટ્રોરલ વોટ મળ્યા છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઇલેક્ટ્રોરલ વોટ મળ્યા છે. વિશ્વના સૌથી વધુ શક્તિશાળી દેશના વડા બનાવવા માટે 270 ઇલેક્ટ્રોરલ વોટનો જાદૂઈ આંક હાંસલ કરવો જરૂરી છે.

મતગણતરી ચાલુ છે અને પ્રારંભિક અંદાજ મુજબ રિપબ્લિકન ઉમેદવારનો 22 રાજ્યોમાં વિજય થયો છે. આ રાજ્યમાં ફ્રલોરિડા, ઇન્ડિયાના, કેન્ટુકી, મિસોરી, ઓહાયો અને ટેનેસીનો આ સમાવેશ થાય છે. આ તમામ રાજ્યમાં 2016ની ચૂંટણીમાં પણ ટ્રમ્પનો વિજય થયો હતો.

જો બિડેનનો 18 રાજ્યોમાં વિજય થયો છે. હોમ સ્ટેટ ડેલવેર, કેલિફોર્નિયા અને ન્યૂ યોર્કમાં બિડેનનો વિજય થયો હતો. બિડેનને વિજય મળ્યા છે તે તમામ રાજ્યોમાં 2016ની ચૂંટણીમાં ડેમોક્રેટ હિલેરી ક્લિન્ટનનો વિજય થયો હતો. મંગળવારે ચૂંટણીના દિવસ પહેલા આશરે 100 મિલિયનથી વધુ મતદાતાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.