File Getty Images)

સાઉથ ચાઇના સીમાં ચાલી રહેલા અમેરિકન નેવીના યુદ્ધાભ્યાસ દરમિયાન જોરદાર શક્તિપ્રદર્શન કરી રહી છે. ચીને ધમકી આપ્યા હોવા છતા પણ અમેરિકાના 11 ફાઇટર જેટ એક સાથે સાઉથ ચાઇના સીના વિવાદાસ્પદ વિસ્તારમાં ઉડાન ભરતા રહ્યા. જોકે આ દરમિયાન ચીન સતત અમેરિકાને ચેતવી રહ્યુ હતું. અંતે અમેરિકાની આ આક્રમક કાર્યવાહીને ચીની મીડિયાએ શક્તિનું ખુલ્લુ પ્રદર્શન ગણાવી તેની ટીકા કરી હતી.

પરમાણુ બોમ્બ લઇ જવાનામા સક્ષમ અમેરિકાના B-52H વિમાન સાથે અમેરિકાના 10 અન્ય ફાઇટર જેટ્સ અને દેખરેખ રાખનાર વિમાનો રવિવારે એક સાથે સાઉથ ચાઇના સીમાં ઉડાન ભરી હતી. જોકે આ મુદ્દે ચીની મીડિયા પર ધમકી પર યુએસ નેવીએ પણ મજા લેતા તેની ધમકીભરેલી ટ્વીટ પર રિટ્વીટ કરતા કહ્યુ હતું કે અમે એ વિસ્તારમાં તૈનાત છીએ.

ખાસ બાબત એ છે કે બંને મહાસત્તાઓ વચ્ચે સંબંધો વણસ્યા પછી અમેરિકન નેવી દિવસ-રાત યુદ્ધાભ્યાસ કરતા ચીનની કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા વિરુદ્ધ આક્રમક સંદેશ આપી રહી હતી. આજ વિસ્તારમાં ચીનની વાયુસેના યુદ્ધાભ્યાસ કરી રહી છે.

બીજી તરફ અમેરિકાના જે ફાઇટર જેટ્સ દક્ષિણ ચીન સાગરમાં ઉડાન ભરી રહ્યા હતા એ દુનિયાભરમાં યુએસ નેવીની તાકાતના પ્રતિક માનવામાં આવે છે.અમેરિકાનું માનવુ છે કે વિવાદાસ્પદ વિસ્તારમાં યુએસ નેવીનો યુદ્ધાભ્યાસનો હેતુ આ વિસ્તારમાં દરેક દેશ માટે ઉડાન ભરવા, સમુદ્દી વિસ્તાર પરથી પસાર થવુ અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ સંચાલન કરવામાં સહાયતા આપવાનો છે.