Getty Images)

કોરોના વાયરસને કારણે અમેરિકામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને મોટો ફટકો લાગી શકે છે. સોમવારે અમેરિકાએ જાહેરાત કરી છે કે, જે વિદ્યાર્થીઓના કલાસ માત્ર ઓનલાઈન ચાલી રહ્યા છે તેમના વીઝ પરત લેવામાં આવશે.ઈમિગ્રેશ અને કસ્ટમ ઈનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એક નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, નોનઈમિગ્રન્ટ એફ-1 અને એમ-1 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે જેમની કલાસ ઓનલાઈન ચાલી રહી છે.

વિભાગના જણાવ્યા મુજબ, આ વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવેશની પરવાનગી નહીં મળે અને જો તેઓ અમેરિકામાં રહી રહ્યા છે તો તેમને અમેરિકા છોડીને દેશ પરત ફરવું પડશે. જો વિદ્યાર્થીઓ આવું નહીં કરે તો તેમણે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.આઈસીઈએ સ્ટેટ્સના વિભાગોને જણાવ્યું છે કે, જે વિદ્યાર્થીઓને કલાસ ઓનલાઈન ચાલી રહી છે તેમને આગામી સેમેસ્ટર માટે વીઝા આપવામાં આવસે નહીં અને વિદ્યાર્થીઓને રાજ્યમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવશે.