અમેરિકાએ યુક્રેનને સરકારી વેચન પેન્શન અને અન્ય સેવાઓ પેટે તથા લશ્કરી વપરાશ માટે 1300 મિલિયન ડોલરની સહાય જાહેર કરી છે જે અંતર્ગત 900 મિલિયન ડોલરની લશ્કરી સહાયમાં 1.44 કારતૂસો, વ્યૂહાત્મક ડ્રોન તથા ભારે શસ્ત્રોનો સમાવેશ થાય છે. અન્ય 500 મલિયન ડોલર વહીવટી – સામાજિક જવાબદારી અદા કરવા અપાશે.
અમેરિકાના નાણા પ્રધાન જેનેટ યેલેને જણાવ્યું હતું કે, રશિયન આક્રમણ બાદ યુક્રેનની જરૂરિયાતો તાકીદની હોઇ સીધી સહાય બનતી ઉતાવળે આપવાનો નિર્ણય લેવાયો. સાત બિલિયન ડોલરની સહાય માટે વીડિયો લિન્કથી આઇએમએફ અને વિશ્વ બેંકને જણાવ્યું હતું. ઝેલેસ્કીએ વધુ શસ્ત્રોની પણ માંગ કરી હતી.