અમેરિકન નાગરિકોને 11 એપ્રિલથી તેમની પાસપોર્ટ અરજીમાં ‘X’ જેન્ડર પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે જણાવ્યું હતું કે કેટલાક રાજ્યો દ્વારા ટ્રાન્સજેન્ડર લોકોને લક્ષ્યાંક બનાવવાની પગલાંની વચ્ચે બિડેન એડમિનિસ્ટ્રેશન ‘ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી’ તરીકે દર્શાવ્યા હતા.
સ્ટેટ ડિપાર્ટમેન્ટે જૂન મહિનામાં જણાવ્યું હતું કે, અમેરિકન નાગરિકો મેડિકલ ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા વગર અરજીઓ પર તેમના જેન્ડરની પસંદગી કરી શકે છે. ઓક્ટોબરમાં, તેમણે ‘X’ જેન્ડર સાથેનો પ્રથમ અમેરિકન પાસપોર્ટ ઇસ્યુ કર્યો હતો, જેમાં પુરુષ અથવા મહિલા સિવાયના લોકોને તેમના ટ્રાવેલ ડોક્યુમેન્ટમાં દર્શાવવામાં આવે છે.
અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘11 એપ્રિલથી અમેરિકન નાગરિકોને તેમના પાસપોર્ટ અરજીમાં ‘X’ જેન્ડર પસંદ કરવાનો વિકલ્પ મળશે, અને તે આવતા વર્ષે અન્ય પ્રકારના ડોક્યુમેન્ટ્સ માટે ઉપલબ્ધ થશે.’
ઓક્લાહોમા અને એરિઝોનાના રીપબ્લિકન ગવર્નરોએ વિદ્યાર્થિનીઓને સ્કૂલ સ્પોર્ટ્સમાંથી ટ્રાન્સજેન્ડર એથ્લેટ્સ પર પ્રતિબંધ મૂકતા બિલ પર હસ્તાક્ષર કર્યાના એક દિવસ પછી બિડેન એડમિનિસ્ટ્રેશન દ્વારા જાહેર કરાયેલી ઘણી કાર્યવાહી પૈકીનો એક ફેરફાર હતો.
તેઓ એવા રાજ્યોની વધતી જતી યાદીમાં જોડાયા કે જેમણે વિવાદાસ્પદ ચૂંટણી વર્ષના મુદ્દે આવા કાયદા પસાર કર્યા છે અથવા તેવા કાયદા ઘડ્યા છે. તાજેતરના વર્ષોમાં અમેરિકાના વિવિધ રાજ્યોમાં પ્રજનન અધિકારો જેવા મુદ્દાઓ સાથે, ટ્રાન્સજેન્ડરના અધિકારોને સાંસ્કૃતિક યુદ્ધમાં આગળ કરવામાં આવ્યા છે.
વ્હાઇટ હાઉસે ટ્રાંસજેન્ડર લોકો માટેના અવરોધોને દૂર કરવાના હેતુથી કરેલી પહેલ અંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘એડમિનિસ્ટ્રેશન જોખમી ટ્રાન્સજેન્ડર વિરોધી કાયદાકીય હુમલાઓના પ્રસારની ફરીથી નિંદા કરે છે, જે દેશભરની સ્ટેટ એસેમ્બલીમાં રજૂ કરવામાં આવ્યા છે અને પસાર કરવામાં આવ્યા છે.’