Getty Images)

કોરોના વાઇરસના ચેપના મુદ્દે સૌથી મોખરે રહેલા અમેરિકામાં આ વાઇરસથી ચેપગ્રસ્ત થયેલા લોકોનો આંકડો પાંચ મિલિયનથી વધી ગયો છે. આ માહિતી જોન્સ હોપકિંસ યુનિવર્સિટીના આંકડાઓમાંથી મળી છે. ઉપરાંત દેશમાં આ વાઇરસને કારણે 162,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. રવિવારે (9 ઓગસ્ટ) સવાર સુધી કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 5,000,603 થઇ ગઇ હતી અને મૃતકોની સંખ્યા 162, 441 પર પહોંચી હતી.

અનેક સર્વેમાં જણાયું છે કે, દેશના મતદારો ડોનાલ્ડ ટ્રમ્પની કોરોના સામેની કાર્યવાહીથી નાખુશ છે. અમેરિકામાં નવેમ્બરમાં પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાવાની છે. ટ્રમ્પના ડેમોક્રેટિક હરીફ જો બિડેને પણ રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ‘અમેરિકામાં કોરોનાના ચેપના કેસનો આંકડો પાંચ મિલિયનને પાર’. પ્રેસિડેન્ટ ટ્રમ્પે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને શનિવારે દેશના નવનિયુક્ત પોલિસી મેકર્સના નિર્ણયને ધ્યાને લીધા વગર બેરોજગારીના લાભ વધારવા સહિત અન્ય ઘણા આદેશ કર્યા હતા.

કોરોના વાઇરસ મહામારી અંગે નવા રાહત પેકેજને અમેરિકન કોંગ્રેસની મંજૂરી નહીં મળતા પછી ટ્રમ્પે આ આદેશ આપ્યા હતા. કોરોના વાઇરસના રોગચાળાના કારણે મોટી સંખ્યામાં અમેરિકન લોકો કોંગ્રેસના મંજૂર કરાયેલા રાહત પેકેજ ઉપર નિર્ભર છે, પરંતુ આ ઉપાયોમાં મોટાભાગના જુલાઇમાં પૂર્ણ થઇ ચૂક્યા છે.