અમેરિકાના ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટરના જણાવ્યાનુસાર આ વર્ષના ફેબ્રુઆરી સુધીમાં દેશની 190 મિલિયનથી વધારે વસ્તીના 58 ટકા લોકોને કોરોના થઇ ગયો હતો. સેન્ટરે જણાવ્યું હતું કે, દેશમાં નોંધાયેલા 80 મિલિયન કેસોના સત્તાવાર આંક કરતાં વધારે લોકો નિદાન વિનાના ચેપગ્રસ્તો હતા. 18 વર્ષથી નીચેના 75 ટકા લોકો ચેપગ્રસ્ત હતા. શિયાળુ ઓમિક્રોનના મોજામાં ખાસ કરીને બાળકોમાં ચેપનો વધારો થયો હતો.
સપ્ટેમ્બર 2021થી જાન્યુઆરી સુધીમાં 75000 તથા ફેબ્રુઆરીમાં 45000 લોહીના નમૂનાની ચકાસણીમાં અગાઉના ચેપના પ્રતિભાવમાં એન્ટીબોડી સર્જાયાનું જણાયું હતું. અમેરિકામાં હાલમાં 59 વર્ષ કે તેથી વધારે વયના લોકોને રસીનો ચોથો ડોઝ તથા તેથી નીચેની વયનાઓને ત્રીજો ડોઝ અપાઇ રહ્યો છે. જોે, પાંચ કે તેથી ઓછી વયનાઓને રસી આપવાપાત્ર ગણવામાં આવતા નથી.
બાઇડેન તંત્રએ જોખમ હોય તેવા લોકો માટે કોરોનાની સારવાર ગોળીઓ મફત આપવાની ઓફર કરી છે મોં વાટે ગળવાની ગોળીરૂપે ફાઇત્ઝરની પેક્ષ્લોવીડને મહત્વની સારવાર ગણવામાં આવે છે. સરકારે આવી 20 મિલિયન ગોળીઓના ઓર્ડર આપ્યા છે. બીજી તરફ અમેરિકાના પ્રમુખના રાષ્ટ્રીય આરોગ્ય સલાહકાર ડો. એન્ની ફૌસીએ ચેતવણીના સૂર સાથે જણાવ્યું હતું કે કોરોનાના નવા ચેપને લાગે વળગે છે ત્યાં સુધી અમેરિકા મહામારીના તબક્કામાંથી બહાર આવી ગયું છે પરંતુ દેશના ઘણા ભાગોમાં કોરોના એ મહામારી બિમારીના રૂપે નિયમિત તકલીફ બની ચૂકેલ છે.
ચેપી રોગોના ટોચના નિષ્ણાત ડો. ફૌસીએ જમાવ્યું હતું કે દેશમાં રોજના નવ લાખ કેસો, હદજારે હજારોના હોસ્પિટલાઇઝેશન કે હજારોના મોતની સ્થિતિ આજે અમેરિકામાં નથી અને હાલમાં એવો ભ્રંમ રાવાી જરૂર નથી કે અમેરિકા સુરક્ષિત છે. દેશ સમક્ષ હજુ પણ મહામારીની સ્થિતિ છે. દરમિયાનમાં ડીસીઝ કંટ્રોલ સેન્ટરે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા સપ્તાહમાં કોરોનાના કેસો 25 ટકા વધ્યા છે.