અમેરિકન ઇમિગ્રેશન એજન્સીએ એક જ કંપનીના અનેક લોકો અને તેમના કાનૂની પ્રતિનિધિ H1-Bના રજિસ્ટ્રેશન અને અરજી માટે સહયોગ મેળવી શકે તે માટે નવી સીસ્ટમ જાહેર કરી હતી. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝે (USCIS)એ તાજેતરમાં જાહેર કર્યું હતું કે, “myUSCIS ઓર્ગેનાઇઝેશનલ એકાઉન્ટ્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.” ફોર્મ I-907 નો હેતુ ચોક્કસ પ્રકારની અરજી માટે પ્રીમિયમ પ્રોસેસિંગ સેવા આપવાનો છે. ડીએચએસ આ માહિતીનો ઉપયોગ જે તે વ્યક્તિને આવો ઇમિગ્રેશન લાભ આપવો કે નહીં તેનો નિર્ણય લે છે.

ઓર્ગેનાઇઝેશન એકાઉન્ટ્સ એક જ કંપનીમાં કામ કરતા ઘણા લોકો અને તેમના કાનૂની પ્રતિનિધીને H1-Bના રજિસ્ટ્રેશન અને અરજીમાં સહયોગ અને તૈયારી, H1-B પિટીશન અને સંલગ્ન ફોર્મ I-907, પ્રીમિયમ પ્રોસેસિંગ સર્વિસ માટેની વિનંતી અંગેની મંજૂરી આપતી હોવાનું USCISએ બુધવારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, H-1B વિઝા નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકાની કંપનીઓને વિશિષ્ટ પ્રકારના વ્યવસાય માટે ખાસ કુશળતા ધરાવતા વિદેશી નાગરિકોને ભરતી કરવાની મંજૂરી આપે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકન ટેક્નોલોજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી મોટી સંખ્યામાં કુશળ કર્મચારીઓની ભરતી કરે છે. USCISએ જણાવ્યું હતું કે, FY 2025 માટે H-1Bની ટોચમર્યાદા ૬ માર્ચથી ૨૨ માર્ચ સુધી ખુલ્લી રહેશે.

LEAVE A REPLY

two × 1 =