સાઉથ લંડનના થોર્ન્ટન હીથમાં મેલ્ફોર્ટ રોડ અને સેન્ડફિલ્ડ રોડના જંક્શન પર તા. 13 જૂનના રોજ બપોરે 4:16 કલાકે ઘાયલ હાલતમાં મળી આવેલા અને પછી મરણ પામેલો 20 વર્ષનો યુવાન ઉસ્માન મહમૂદ હોવાનું બહાર આવ્યું છે. તે આ જ વિસ્તારમાં રહેતો હતો. ગુરુવાર તા. 15 જૂનના રોજ કરાયેલા પોસ્ટમોર્ટમમાં તેનું મૃત્યુનું કારણ તીવ્ર બળના આઘાતના કારણે થયું હોવાનું જણાયું હતું.

તપાસની આગેવાની કરતા મેટ પોલીસના સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ (હોમિસાઈડ)ના ડિટેક્ટીવ ચીફ ઈન્સ્પેક્ટર માઈક નોલાને કહ્યું હતું કે “અમારા વિચારો મિસ્ટર મહેમૂદના પરિવાર સાથે છે. તેમના માટે અકલ્પનીય સમય છે. મેં તેમને ખાતરી આપી છે કે હું અને મારી ટીમ તેમને ન્યાય અપાવવા માટે બનતું બધું કરીશું. અમે માનીએ છીએ કે મહેમૂદને થોર્ન્ટન હીથ રિક્રિએશન ગ્રાઉન્ડની અંદર છરા મારવામાં આવ્યા હતા. ત્યાંથી તે સેન્ડફિલ્ડ રોડ પર દોડ્યો હતો અને ત્યાં જ ફસડાઇ પડ્યો હતો. અમે તે સમયે પાર્કમાં હોય તેવા લોકોને માહિતી આપવા અપીલ કરીએ છીએ.’’

મહમૂદ છરીના ઘા સાથે મળી આવ્યા બાદ અધિકારીઓએ CPR કર્યું હતું. તેને હોસ્પિટલમાં લઈ જવાતા તા. 14 જૂને વહેલી સવારે દુર્ભાગ્યે તેનું મૃત્યુ થયું હતું. કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

LEAVE A REPLY

ten − 7 =