ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે ગ્લેશિયર તૂટતાં ભારે જલપ્રલય થયો હતો. સોમવારે રિશી ગંગા પાવર પ્રોજેક્ટ્સ નજીક રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી. (PTI Photo/Arun Sharma)

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં રવિવારે હિમાલયનો ગ્લેશિયલ તૂટતાં સર્જાયા જળપ્રલયનો મૃત્યુઆંક વધીને 10 થયો હતો અને હજુ 143 લોકો લાપત્તા છે, એમ ઉત્તરાખંડના જીડીપી અશોક કુમારે સોમવારે જણાવ્યું હતું.
ડીજીપીએ જણાવ્યું હતું કે તપોવન વિસ્તારની 250 મીટર લાંબી ટનમાં ફસાયેલા 30થી 35 લોકોને બચાવી લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રૈની અને તપોવન ખાતેના બે હાઇડ્રો પ્રોજેક્ટ્સમાં કુલ 153 લોકો ફસાયા હતા.

માંથી 10 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે અને હજુ 143 લોકો લાપત્તા છે. આ જળસંકટમાં બે હાઇડ્રો પ્રોજેક્ટ્સને ભારે નુકસાન થયું હતું. રૈની ખાતેનો રિશી ગંગા હાઇડલ પ્રોજેક્ટ્સ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો, જ્યારે તાપોવન પ્રોજેક્ટ્સને આંશિક નુકસાન થયું હતું.

ઉત્તરાખંડના ચમોલીમાં રવિવારે બનેલી દુર્ઘટના પછી બીજા દિવસે સોમવારે રેસ્ક્યૂ મિશન પર ફોકસ છે. રવિવારે ગ્લેશિયર તૂટીને સરોવરમાં પડ્યા પછી ઋષિગંગા અને ધૌલીગંગા નદીઓમાં પૂર આવ્યું હતું. પાણી સાથે મોટા મોટા પથ્થર પણ ઝડપથી વહેવા લાગ્યા હતા.