યુકેમાં હાલમાં 43.15 મિલિયન લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ અને 31.49 મિલિયન લોકોને વેક્સીનનો બીજો ડોઝ મળી ચૂક્યો છે. કુલ 74.63 મિલિયન રસી અપાઇ ચૂકી છે. પુખ્ત વયના 81.9 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે. જ્યારે 59.8 ટકા લોકોને રસીના બન્ને ડોઝ મળી ચૂક્યા છે.

યુકેમાં તા. 21 જૂનના રોજ 21,080 લોકોને પ્રથમ ડોઝ અને 39,325 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. હાલમાં લોકોને ઓછામાં ઓછા 21 દિવસના સમયાંતરે રસીના બે ડોઝ અપાય છે.

21 જૂન 2021 ના ​​રોજ 1.02 મિલિયન ટેસ્ટ પરીક્ષણો નોંધાયા હતા. જે અગાઉના 7 દિવસની તુલનામાં 7.6% નો વધારો દર્શાવે છે. 15 જૂન અને 21 જૂનની વચ્ચે, 6,465,374 ટેસ્ટ થયા છે. કોરોનાવાઇરસ માટે 11 જૂનના ​​રોજ 11,625 નવા લોકોનો અને 16 જૂનથી 22 જૂન વચ્ચે, 72,401 લોકોનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. જે પાછલા 7 દિવસની તુલનામાં 34.8%નો વધારો દર્શાવે છે. કોરોનાવાઇરસનો ચેપ લાગતા 16 જૂનના ​​રોજ 225 લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. 10 જૂન અને 16 જૂન વચ્ચે કુલ 1,446 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે પાછલા 7 દિવસની તુલનામાં 34.9%નો વધારો દર્શાવે છે. તા. 20ના રોજ કોરોનાવાઇરસના કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 1,378 હતી.

હોસ્પિટલમાં કેટલાક લોકોને શ્વાસ લેવામાં મદદ કરવા માટે મિકેનિકલ વેન્ટિલેટર નામના વિશેષ ઉપકરણનો ઉપયોગ કરવાની જરૂર પડી રહી છે. 21 જૂનના રોજ આ વેન્ટિલેટરનો ઉપયોગ કરનાર દર્દીઓની સંખ્યા 227 હતી. કોરોનાવાઇરસનો ચેપ લાગ્યા બાદ 28 દિવસની અંદર મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 22 જૂનના ​​રોજ 27 હતી. 16 જૂન અને 22 જૂનની વચ્ચે, પોઝીટીવ કોરોનાવાઇરસ ટેસ્ટીંગના 28 દિવસની અંદર 91 લોકો મૃત્યુ પામ્યા છે. જે પાછલા 7 દિવસની તુલનામાં 44.4 ટકાનો વધારો દર્શાવે છે.